હાર પહેલા જ EVM ને દોષ આપવાનું કોંગ્રેસે આજથી જ શરૂ કર્યું, લોકસભા ચૂંટણીના પરિણામ પહેલા જ દિગ્વિજયસિંહનો આક્ષેપ

05:05 PM Jun 03, 2024 | gujaratpost

નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણીનું આવતીકાલે પરિણામ જાહેર થવા જઇ રહ્યું છે અને મોટાભાગના એક્ઝિટ પોલમાં દેશમાં ત્રીજી વખત મોદી સરકાર બનવા જઇ રહી છે. એનડીએને 400 પાર બેઠકો મળશે તેવા દાવા પણ થયા છે, આ બધાની વચ્ચે હવે ફરીથી કોંગ્રેસે ઇવીએમ પર દોષનો ટોપલો ઢોળવાનું આજથી જ શરુ કરી દીધું છે.

કોંગ્રેસના સિનિયર નેતા દિગ્વિજયસિંહે કહ્યું કે આ વખતે પ્રજાએ કોંગ્રેસને મતો આપ્યાં છે, જો ભાજપને 300 થી વધુ બેઠકો મળશે તો તે જનતાના વોટ નહીં હોય પરંતુ ઇવીએમના કારણે હશે. તેમને પરિણામ પહેલા જ બચાવ કરવાનું શરૂ કરી દીધું છે, તેઓ પહેલા પણ ઇવીએમનો દુરુપયોગ કરવાનો ભાજપ પર આરોપ લગાવી ચુક્યાં છે.

બીજી તરફ કોંગ્રેસે ઇન્ડિયા ગઠબંધનને 295 બેઠકો મળશે તેવો દાવો કર્યો છે અને ભાજપની તરફેણમાં આવેલા તમામ એક્ઝિટ પોલને વખોડી કાઢ્યાં છે, દિલ્હીમાં ઇન્ડિયા ગઠબંધનની બેઠક બાદ કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ આ દાવો કર્યો હતો.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526