મનિષા અને કલ્પેશ વાળાના લગ્નને માત્ર પાંચ મહિના જ થયા હતા
પરિવાર અને નજીકના લોકોમાં શોકનું મોજું ફરી વળ્યું
ભરૂચઃ ગોલ્ડન બ્રિજ નજીક બોરભાઠા બેટ ગામ પાસે નર્મદા નદીમાંથી મહિલાનો વિકૃત હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. મૃતદેહની ઓળખ અંકલેશ્વરના જયાબેન મોદી હોસ્પિટલના કેન્સર વિભાગમાં તબીબ તરીકે ફરજ બજાવતા ડો. મનિષા કલ્પેશ વાળા (ઉંમર 29) તરીકે થઈ હતી. આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.
મનિષા વાળા 16 મેના રોજ બપોરે 1 વાગ્યે ભરૂચમાં મિત્રના લગ્નમાં જવા માટે હોસ્પિટલમાંથી નીકળ્યાં હતા.મોડી રાત સુધી ઘરે પરત ન ફરતાં તેમના પતિએ જી.આઈ.ડી.સી પોલીસ સ્ટેશનમાં ગુમ થવાની ફરિયાદ નોંધાવી હતી.
બોરભાઠા બેટ ગામ નજીક નર્મદા નદીમાં એક અજાણી મહિલાનો મૃતદેહ તરતો જોવા મળ્યો હતો. આ અંગે સ્થાનિક લોકોએ સામાજિક કાર્યકર્તા ધર્મેશ સોલંકીને જાણ કરી હતી. ધર્મેશ સોલંકી અને તેમની ટીમે સ્થળ પર પહોંચી મૃતદેહને નદીમાંથી બહાર કાઢી અંકલેશ્વર સીટી પોલીસ મથકમાં જાણ કરી હતી. ગુમ થયેલી મહિલાના પતિ કલ્પેશ વાળાને જાણ કરી હતી. કલ્પેશ વાળાએ સ્થળ પર આવી તપાસ કરતા મૃતક મહિલા તેમની પત્ની મનિષા વાળા હોવાનું પુષ્ટિ કરી હતી. તેઓ અંકલેશ્વરના ગાર્ડન સીટીમાં રહેતા હતા અને જયાબેન મોદી હોસ્પિટલમાં કેન્સર તબીબ તરીકે ફરજ બજાવતા હતા. તાજેતરમાં સુરતમાં પણ એક તબીબે આપઘાત કર્યો હતો. હાલમાં આ કેસમાંં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++