+

આ મંત્રીજી તો બેફામ બની ગયા....! બેરોજગારોને કહી દીધું....ન જોડાવું હોય તો ઘરે બેસી રહેવાનું

ગાંધીનગરઃ હાલમાં ગુજરાતમાં બેરોજગારીનો આંકડો ઉપર જઇ રહ્યો છે, આ બધાની વચ્ચે ભાજપ સરકારે જ્ઞાન સહાયકોની ભરતી બહાર પાડી છે, પરંતુ તે 11 મહિનાના કરાર પર હોવાથી હજારો ઉમેદવારોમાં સરકાર સામે રોષ છે, ત્યારે

ગાંધીનગરઃ હાલમાં ગુજરાતમાં બેરોજગારીનો આંકડો ઉપર જઇ રહ્યો છે, આ બધાની વચ્ચે ભાજપ સરકારે જ્ઞાન સહાયકોની ભરતી બહાર પાડી છે, પરંતુ તે 11 મહિનાના કરાર પર હોવાથી હજારો ઉમેદવારોમાં સરકાર સામે રોષ છે, ત્યારે કેટલાક ઉમેદવારો શિક્ષણમંત્રી કુબેર ડિંડોર પાસે રજૂઆત માટે ગયા હતા, ત્યારે ડિંડોર ગુસ્સે ભરાયા હતા અને કહ્યું હતુ કે ન જોડાવું હોય તો ઘરે બેસી રહેજો. આ ઉમેદવારોની માંગ છે કે તેમને મજૂર ન બનાવાય અને કાયમી સરકારી નોકરી આપવામાં આવે.

એક શિક્ષણ મંત્રીનું આ વર્તન આજે સોશિયલ મીડિયામાં આખું ગુજરાત જોઇ રહ્યું છે, બેરોજગાર યુવાઓનું દર્દ કોઇ સમજવા તૈયાર નથી. નોકરીની રાહ જોઇને બેઠેલા લોકો માટે માધ્યમિક શાળાઓમાં શિક્ષક બનવાની તક તો આવી છે, પરંતુ તેઓને કાયમી કરાશે કે નહીં તે વાતનો હજુ રાજ્ય સરકાર પાસે જ જવાબ નથી.

આ મંત્રીજી તો બેફામ બની ગયા....!

કુબેર ડીંડોરને જ ઘરે બેસાડોઃ સોશિયલ મીડિયા પોસ્ટ

બેરોજગારોને કહી દીધું....ન જોડાવું હોય તો ઘરે બેસી રહેવાનું....!

જ્ઞાન સહાયકના ઉમેદવારો ગયા હતા રજૂઆત કરવા

11 મહિનાના કરાર પર જ ભરતી કરાશે

આવી રીતે માધ્યમિક શાળાઓમાં શિક્ષકોની ઘટ પુરી કરાશે !

બેરોજગારોને શિક્ષણમંત્રીએ આવું સંભળાવી દીધું

શિક્ષણ મંત્રી કુબેર ડીંડોર સામે સોશિયલ મીડિયામાં રોષ

કાયમી ભરતી માટે ઉમેદવારોનું આંદોલન

અમને કાયમી નોકરી આપોઃ હજારો ઉમેદવારોની માંગ

કરાર આધારિત ભરતીએ અનેકના ભવિષ્ય કર્યાં બરબાદ

ભૂપેન્દ્ર પટેલ સરકાર ક્યારે સમજશે યુવાઓની વેદના !!

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

facebook twitter