કોલકાત્તાઃ લો કોલેજમાં એક વિદ્યાર્થીની પર થયેલા ગેંગરેપના કિસ્સાએ આખા દેશને હચમચાવી નાખ્યો છે. જેમ જેમ આ કેસની તપાસ આગળ વધી રહી છે, તેમ તેમ દરરોજ નવા ખુલાસા થઈ રહ્યાં છે. પોલીસ તપાસમાં અત્યાર સુધી જાણવા મળ્યું છે કે મુખ્ય આરોપી મનોજત મિશ્રા છેલ્લા દાયકાથી આતંક અને દહેશતનો પર્યાય બની ગયો હતો. પરિસ્થિતિ એવી હતી કે છોકરીઓ તેને કોલેજ કેમ્પસમાં જોઈને ડરી જતી અને પોતાનો રસ્તો બદલી નાખતી હતી. પશ્ચિમ બંગાળના વિવિધ પોલીસ સ્ટેશનોમાં તેની વિરુદ્ધ અનેક કેસ નોંધાયેલા છે. 15 થી વધુ છોકરીઓ તેનો ભોગ બની છે, જેએ તેના રાજકીય પ્રભાવને કારણે ચૂપ હતી.
મુખ્ય આરોપી મનોજીત મિશ્રાના કાળા કાર્યોનો ખુલાસો ત્યારે થયો જ્યારે 25 જૂનના રોજ કોલેજ કેમ્પસના સિક્યુરિટી ગાર્ડના રૂમમાં એક વિદ્યાર્થીની પર સામૂહિક બળાત્કાર કરવામાં આવ્યો હતો. આ કેસમાં તેની અને તેના બે મિત્રોની ધરપકડ કરવામાં આવી હતી. હવે આ કેસમાં મેડિકલ રિપોર્ટ બહાર આવ્યો છે, જેમાં ચોંકાવનારા ખુલાસા થયા છે. મેડિકલ રિપોર્ટમાં પીડિતા સાથે બળજબરીથી જાતીય સંભોગ કર્યાના સ્પષ્ટ સંકેતો મળી આવ્યા છે. આ સાથે, આરોપીના શરીર પર બચકાંના નિશાન અને નખ મારવાના નિશાન પણ મળી આવ્યા છે.
ઘટના પછી મનોજીતે વાઇસ પ્રિન્સિપાલ સાથે વાત કરી હતી
મનોજીત મિશ્રાના શરીર પર મળેલા નખ મારવાના અને ઈજાના નિશાન પીડિતાના પ્રતિકારના સ્પષ્ટ પુરાવા છે. કેસની તપાસ કરી રહેલી SIT એ આરોપીઓના કોલ ડિટેલ રેકોર્ડની તપાસ કરી, જેમાં એ હકીકત સામે આવી કે મનોજીતે ઘટનાના બીજા જ દિવસે કોલેજના વાઇસ પ્રિન્સિપાલ ડૉ. નયના ચેટર્જી સાથે વાત કરી હતી. અમે ડૉ. નયના ચેટર્જીની બે વાર પૂછપરછ કરી છે. પોલીસ હવે આ કોલની વિગતોની વિગતવાર તપાસ કરી રહી છે. ત્રણ આરોપીઓના પોલીસ રિમાન્ડ 8 જુલાઈ સુધી લંબાવવામાં આવ્યાં છે.
મુખ્ય આરોપી મનોજીત મિશ્રા ઉપરાંત બે અન્ય આરોપીઓ ઝૈબ અહેમદ અને પ્રમિત મુખર્જીની 27 જૂને ધરપકડ કરવામાં આવી હતી. અગાઉ, તેમને ચાર દિવસના પોલીસ રિમાન્ડ આપવામાં આવ્યા હતા, મંગળવારે પોલીસની અપીલ પર અલીપોર કોર્ટે ત્રણેયના રિમાન્ડ 8 જુલાઈ સુધી લંબાવી દીધા છે. ચોથો આરોપી પિનાકી બેનર્જી, જે ઘટના સમયે કોલેજનો સુરક્ષા ગાર્ડ હતો. શનિવારે તેની ધરપકડ કરવામાં આવી હતી. તેની કસ્ટડી પણ 4 જુલાઈ સુધી લંબાવવામાં આવી છે. પોલીસનું કહેવું છે કે આ કેસમાં હજુ ઘણી કડીઓ ઉમેરવાની બાકી છે. આ જ કારણ છે કે પોલીસે તેની કસ્ટડીની માંગણી કરી હતી.
ઘણા વકીલો કોર્ટમાં પ્રવેશ્યા, બંને પક્ષોએ માંગણીઓ કરી
કોર્ટમાં સુનાવણી દરમિયાન આરોપીઓના વકીલોએ કહ્યું કે તેમના અસીલો તપાસમાં સંપૂર્ણ સહયોગ કરી રહ્યાં છે. તેમણે એવી પણ માંગણી કરી કે મીડિયા ટ્રાયલ ટાળવામાં આવે અને આરોપીઓને દોષિત જાહેર કરવામાં કોઈ ઉતાવળ ન કરવી જોઈએ. આ દરમિયાન અનેક વકીલો મંજૂરી વગર કોર્ટરૂમમાં પ્રવેશ્યા હતા અને ત્યા હોબાળો કર્યો હતો. બે જૂથો વચ્ચે ઉગ્ર ચર્ચા થઈ. એક પક્ષ કડક સજાની માંગ કરી રહ્યો હતો, બીજો પક્ષ નિષ્પક્ષ તપાસની માંગ કરી રહ્યો હતો.
મેડિકલ સ્ટોરના સીસીટીવી ફૂટેજમાંથી મહત્વપૂર્ણ ખુલાસો
પોલીસ તપાસ દરમિયાન વધુ એક મહત્વપૂર્ણ પુરાવા સામે આવ્યાં છે. એક મેડિકલ સ્ટોરના સીસીટીવી ફૂટેજથી પુષ્ટિ મળી છે કે આરોપી ઝૈબ અહેમદે પીડિતા માટે ઇન્હેલર ખરીદ્યું હતું. પીડિતાની ફરિયાદમાં આ ઇન્હેલરનો પણ ઉલ્લેખ છે. તેને કહ્યું હતું કે ગેંગરેપ દરમિયાન જ્યારે તેની હાલત વધુ ખરાબ થઈ ત્યારે તેણે ઇન્હેલર માંગ્યું હતું, તે ઝૈબ લઇને આવ્યો. ઇન્હેલર લીધા પછી પીડિતાને ફરીથી શારીરિક અને માનસિક ત્રાસ આપવામાં આવ્યો. પોલીસ મેડિકલ સ્ટોરના માલિકની પણ પૂછપરછ કરી રહી છે. પોલીસ એ પણ તપાસ કરી રહી છે કે ગેંગરેપમાં વધુ લોકો સામેલ હતા કે કેમ જેમની ધરપકડ કરવામાં આવી નથી.
મનોજીતે ટ્રિપ દરમિયાન બીજી વિદ્યાર્થિની સાથે છેડતી કરી
બીજી એક વિધાર્થીનીએ આરોપી પર સનસનાટીભર્યો આરોપ લગાવ્યો છે. પીડિતાએ દાવો કર્યો છે કે બે વર્ષ પહેલા કોલેજ ટ્રિપ દરમિયાન મનોજીતે તેની સાથે છેડતી કરી હતી. જ્યારે તેણે વિરોધ કર્યો, ત્યારે તેને માર મારવામાં આવ્યો અને તેના આખા પરિવારને પણ જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. પીડિતાએ કહ્યું, અમે કોલેજ વતી શૈક્ષણિક પ્રવાસ પર ગયા હતા. શરૂઆતમાં બધું સામાન્ય હતું, પરંતુ મનોજીત વાંધાજનક કૃત્યો કરવા લાગ્યો. પહેલા તાકી રહ્યો, પછી અશ્લીલ વર્તન અને અંતે, તક મળતાં જ તેણે મને બળજબરીથી સ્પર્શ કરવાનું શરૂ કર્યું હતું.
પીડિતાનો દાવો છે કે 15 વિદ્યાર્થીનીઓ પીડિત બની છે
પીડિત વિદ્યાર્થીનીએ કહ્યું, હું ફરિયાદ કરવા માંગતી હતી, પરંતુ કોલેજ પ્રશાસને મને દબાવી દીધી. તેમણે કહ્યું કે મનોજિતને કોઈ ધારાસભ્યનો ટેકો છે. તે ગવર્નિંગ બોડીનો વડો છે. બધું તેના ઈશારે થાય છે. કોલેજમાં આરોપીનો ખાસ દરજ્જો હતો. જો કોઈ ફરિયાદ કરવામાં આવે તો પીડિતોને દોષી ઠેરવવામાં આવતા હતા. ઘણી વખત લેખિતમાં ફરિયાદો આપવામાં આવી હતી, પરંતુ ક્યારેય કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી. તે એકલી નથી, પરંતુ કોલેજની 15 અન્ય વિદ્યાર્થીઓને મનોજીત મિશ્રાના ગંદા કૃત્યોની ભોગ બની છે.
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++