પટનાઃ બિહારમાં આ વર્ષે વિધાનસભા ચૂંટણી યોજાશે. જેને લઈને દરેક પક્ષોએ અત્યારથી જ તૈયારી શરૂ કરી દીધી છે. શુક્રવારે બિહાર કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ રાજેશ કુમારે રાજ્યની વર્તમાન સરકાર પર પ્રહાર કર્યા હતા અને પાર્ટીના અન્ય કાર્યક્રમોને લઈને આગામી રણનીતિ પર ચર્ચા કરી હતી. તેમણે જાહેરાત કરી કે કોંગ્રેસ પાર્ટી રાજ્યમાં 5 લાખ મહિલાઓને સેનેટરી પેડનું વિતરણ કરશે. આ સેનેટરી પેડના કવર પર રાહુલ ગાંધીની તસવીર હતી. સેનેટરી પેડના પેકેટ પર લખેલું છે- માઈ-બહેન માન યોજના. અખિલ ભારતીય મહિલા કોંગ્રેસ. જરૂરિયાતમંદ મહિલાઓને સન્માન રાશિ- 2500 રૂપિયા મહિને.
રાજેશ કુમારે આગળ કહ્યું કે, બિહારમાં અમે મહિલાઓ માટે વિશેષ તૈયારીઓ કરી છે. રાજ્યની મહિલાઓને સેનેટરી પેડ આપવામાં આવશે. આ સેનેટરી પેડ દરેક મહિલા સુધી પહોંચાડવામાં આવશે. આ માટે અમે અભિયાન ચલાવવા જઈ રહ્યાં છીએ.
જો કે, ભાજપે સેનેટરી પેડ પર રાહુલ ગાંધીના ફોટો પર વાંધો ઉઠાવ્યો હતો. ભાજપના પ્રવક્તા પ્રદીપ ભંડારીએ કહ્યું કે, સેનેટરી પેડ પર રાહુલ ગાંધીની તસવીર બિહારની મહિલાઓનું અપમાન છે. કોંગ્રેસ એક મહિલા વિરોધી પાર્ટી છે. બિહારની મહિલાઓ કોંગ્રેસ, આરજેડીને પાઠ ભણાવશે. ત્યારે આ મામલે હવે કોંગ્રેસ અને ભાજપ આમને સામને આવી ગયા છે.
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/