+

ગૃહમંત્રી અમિત શાહને મસમોટો લેટર..ભાજપના કાર્યકર્તાએ જ ધારાસભ્ય કનુ પટેલ પર ભ્રષ્ટાચારના આરોપ લગાવ્યાં

લૂંટાય એટલું લૂંટી લો....હપ્તારાજ અને કટકીરાજ ચાલી રહ્યાં હોવાના આક્ષેપ ગૃહમંત્રી અમિત શાહનું નામ વટાવીને આ લોકો લૂંટ ચલાવી રહ્યાં છેઃ જીગ્નેશ પંડ્યાં  અમદાવાદઃ એક પછી એક ભાજપના નેતાઓના ભ્ર

લૂંટાય એટલું લૂંટી લો....હપ્તારાજ અને કટકીરાજ ચાલી રહ્યાં હોવાના આક્ષેપ

ગૃહમંત્રી અમિત શાહનું નામ વટાવીને આ લોકો લૂંટ ચલાવી રહ્યાં છેઃ જીગ્નેશ પંડ્યાં 

અમદાવાદઃ એક પછી એક ભાજપના નેતાઓના ભ્રષ્ટાચાર સામે આવી રહ્યાં છે, હજુ તો રાજ્ય સરકારના મંત્રી બચુ ખાબડના પુત્રોનું કરોડો રૂપિયાનું મનરેગા કૌભાંડ ગાજી રહ્યું છે અને ત્યા ભાજપના સાણંદના ધારાસભ્ય કનુ પટેલ સામે કમિશનબાજી અને ભ્રષ્ટાચારના સનસનીખેજ આક્ષેપો થયા છે.

અમદાવાદ જિલ્લા કોર્ડિનેટર અને પાયાના ભાજપ- સંઘના કાર્યકર્તા જીગ્નેશ પંડ્યા ગૃહમંત્રી અને ગાંધીનગરના સાંસદ અમિત શાહને લેટર લખ્યો છે, જેમાં વિકાસના કામોમાં 40 થી 50 ટકા કમિશન લઇને હલકી ગુણવત્તાના કામો કરવામાં આવી રહ્યાં હોવાની વાત છે, ધારાસભ્ય કનુ પટેલ સામે આ આરોપ લાગ્યા છે.

બાવળા નગરપાલિકાના વોર્ડ નંબર 1 થી 7માં ગૃહમંત્રી અમિત શાહ રોડ શો કરશે તો હકીકત ખબર પડશેઃ જીગ્નેશ પંડ્યાં 

પત્ર મુજબ કનુ પટેલે બાવળા નગરપાલિકાને નરક પાલિકા બનાવી દીધી છે, તેઓ પેતાના વોર્ડમાં જ વધારે ધ્યાન આપી રહ્યાં છે. સાંણદ મત વિસ્તારમાં કામોમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થઇ રહ્યો છે. કનુ પટેલને કારણે પાયાના કાર્યકર્તાઓ ત્રાસી ગયા હોવાની વાત લખવામાં આવી છે.

આક્ષેપો કરાયા છે કે બાવળામાં વિકાસ અટકી ગયો છે અને જે કામો થાય છે તેમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થઇ રહ્યો છે, પાણી, રસ્તા, ગટર લાઇન સહિતના અનેક કામો અટકી ગયા છે. ત્યારે હાલમાં તો ભાજપના જ કાર્યકર્તાએ ભાજપ સરકારની પોલ ખોલી નાખતા ભાજપનો જૂથવાદ ફરી સામે આવ્યો છે.

facebook twitter