આખરે અમેરિકાએ ભારત પર 25 ટકા ટેરિફ નાખી દીધો, જાણો શું થશે તેની અસર?

08:41 PM Jul 31, 2025 | gujaratpost

નવી દિલ્હીઃ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે 1 ઓગસ્ટથી ભારત પર 25 ટકા આયાત શુલ્ક અને દંડ લાદવાની જાહેરાત કરી દીધી છે. આ નિર્ણયને કારણે હવે અમેરિકામાં ભારતીય વસ્તુઓની નિકાસ મોંઘી બનશે, જેનાથી ભારતનો નિકાસ ક્ષેત્ર પ્રભાવિત થશે.

આ વર્ષે ગત 2 એપ્રિલે ટ્રમ્પે ભારત પર 26 ટકાનો ટેરિફ લાદવાની જાહેરાત કરી હતી, પરંતુ બાદમાં તેને 9 જુલાઈ સુધી ટાળવામાં આવ્યો હતો. ત્યારબાદ આ છૂટને 1 ઓગસ્ટ સુધી લંબાવવામાં આવી હતી. હવે અમેરિકાએ ભારત પર 25 ટકા શુલ્ક અને દંડ લાદવાની જાહેરાત કરી છે. તેનાથી ભારતીય વસ્તુઓ અને સેવાઓની અમેરિકામાં નિકાસ મોંઘી થશે, જેના પરિણામે અમેરિકામાં ભારતીય વસ્તુઓની માંગ ઝડપથી ઘટશે.

જોકે, વાટાઘાટોની શરૂઆતમાં બંને દેશોએ સપ્ટેમ્બર-ઓક્ટોબર સુધીમાં પ્રથમ તબક્કાના કરારને પૂર્ણ કરવાનું લક્ષ્ય રાખ્યું હતું, પરંતુ હવે આ કરાર ઘણા સ્તરે અટવાઈ ગયો છે. આ કરારનો મુખ્ય ઉદ્દેશ 2030 સુધીમાં દ્વિપક્ષીય વેપારને બમણો કરીને 500 અબજ અમેરિકી ડોલર સુધી પહોંચાડવાનો છે.

ગત ફેબ્રુઆરી મહિનામાં અમેરિકામાં ટ્રમ્પ અને વડાપ્રધાન મોદીની મુલાકાત દરમિયાન બંને નેતાઓએ દ્વિપક્ષીય વેપાર કરાર કરવા પર સહમતિ દર્શાવી હતી. ત્યારબાદ બંને પક્ષો વચ્ચે વાટાઘાટો શરૂ થઈ. અત્યાર સુધીમાં પાંચ તબક્કાની વાટાઘાટો થઈ ચૂકી છે. અંતિમ તબક્કાની વાટાઘાટો વોશિંગ્ટનમાં થઈ હતી પરંતુ તેમાં કોઈ પરિણામ મળ્યું નહીં. હવે છઠ્ઠા તબક્કાની વાટાઘાટો 25 ઓગસ્ટથી ભારતમાં યોજાવાની છે.

સૂત્રોનું કહેવું છે કે ઘણા સ્તરે બંને પક્ષો વચ્ચે સહમતિ બની રહી નથી. ખાસ કરીને અમેરિકા ઈચ્છે છે કે તેના ડેરી અને કૃષિ સંબંધિત ઉત્પાદનો ભારતીય બજારમાં સસ્તા દરે વેચાય. આ માટે અમેરિકા BTA (Bilateral Trade Agreement) હેઠળ ભારત પાસેથી આયાત શુલ્કમાં રાહત ઈચ્છે છે, જેના પર ભારત સહમત નથી. ભારત તે ઉત્પાદનોને કરારમાં સામેલ કરવા માંગતું નથી અથવા તે ઉત્પાદનો પર આયાત શુલ્ક ઘટાડવા તૈયાર નથી.

પ્રસ્તાવિત વેપાર કરાર હેઠળ ભારત શ્રમ-પ્રધાન ક્ષેત્રોને લઈને વિશેષ ટેક્સ રાહતની માંગ કરી રહ્યું છે. જેમાં વસ્ત્રો, રત્ન અને આભૂષણ, ચામડાનો સામાન, વસ્ત્રો, પ્લાસ્ટિક, રસાયણો, ઝીંગા, તેલીબિયાં, દ્રાક્ષ અને કેળા જેવા ઉત્પાદનો સામેલ છે. કરાર હેઠળ ભારત વધારાના ટેરીફ (26 ટકા) ને હટાવવાની માંગ કરી રહ્યું છે. જ્યારે, સ્ટીલ અને એલ્યુમિનિયમ (50 ટકા) અને ઓટો ક્ષેત્ર (25 ટકા) ના ટેરીફ પણ ઘટાડો ઈચ્છે છે.

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++