+

સુરતઃ1550 કરોડના સાયબર ફ્રોડ કેસમાં RBL બેન્કના 8 કર્મીઓ સસ્પેન્ડ કરાયા

આરોપીઓ કોઈ પણ બેંકિંગ ક્ષેત્રમાં કે કોર્પોરેટ કંપનીમાં નોકરી મેળવી શકશે નહીં 2 ડેપ્યુટી મેનેજર સહિત 8 લોકો રિમાન્ડ પર રેકેટનો મુખ્ય સૂત્રધાર ફરાર સુરતઃ શહેરમાં તાજેતરમાં બહાર આવેલા 1550

આરોપીઓ કોઈ પણ બેંકિંગ ક્ષેત્રમાં કે કોર્પોરેટ કંપનીમાં નોકરી મેળવી શકશે નહીં

2 ડેપ્યુટી મેનેજર સહિત 8 લોકો રિમાન્ડ પર

રેકેટનો મુખ્ય સૂત્રધાર ફરાર

સુરતઃ શહેરમાં તાજેતરમાં બહાર આવેલા 1550 કરોડના સાયબર ફ્રોડ કેસે સમગ્ર બેંકિંગ જગતને હચમચાવી નાખ્યું હતું. આ કેસમાં ઉધના પોલીસે RBL બેંકની ત્રણ શાખાઓમાંથી કુલ 8 કર્મચારીઓને ઓનલાઇન છેતરપિંડીમાં ધરપકડ કર્યા બાદ હવે બેંક દ્વારા બે ડેપ્યુટી મેનેજર, એક એરિયા હેડ અને પાંચ રિલેશનશિપ ઓફિસર સહિત તમામ આરોપીઓને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.

સૂત્રોના જણાવ્યા અનુસાર આ પગલું કંપનીના આંતરિક વહીવટી કાયદાના અનુસંધાનમાં લેવામાં આવ્યું હતું.  તમામ સંબંધિત માહિતી RBI સુધી પહોંચાડવામાં આવી રહી છે. જે કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે તેમાં રિલેશનશિપ ઓફિસર તરીકે કાર્યરત મહિલા મેન્સી છગન ગોટી, કલ્પેશ કાંતિ કથેરીયા, આશીષ અશોક ધાડીયા, અનિલ પ્રવીણ જાની, નરેશ મનસુખ મનાણીનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, RBL બેંકમાં ઓપરેશન કમ ડેપ્યુટી મેનેજર અરુણ બાબુ ઘોઘારી, એરિયા હેડ અમિત ફુલચંદ ગુપ્તા અને ડેપ્યુટી મેનેજર કલ્પેશ સોમજી કાકડીયાનો પણ ધરપકડ કરાયેલા લોકોમાં સમાવેશ થાય છે.

ભવિષ્યમાં આ આરોપીઓ કોઈ પણ બેંકિંગ ક્ષેત્રમાં કે કોર્પોરેટ કંપનીમાં નોકરી મેળવી શકશે નહીં. આ માટે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાને તમામ આરોપીઓના પાનકાર્ડ સહિતની વિગતો અને ગુનાની સંપૂર્ણ માહિતી અપલોડ કરવામાં આવશે.

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++

facebook twitter