ખેડામાં એસીબીએ ટ્રેપ કરીને લાંચિયા પોલીસ કર્મીને ઝડપી પાડ્યો
તમારી પાસે કોઇ લાંચ માંગે છે તો તમે એસીબીનો સંપર્ક કરો
નડિયાદઃ ખેડા LCB ના પોલીસ કોન્સ્ટેબલ 25,000 રૂપિયાની લાંચ લેતા એસીબીના હાથે ઝડપાઇ ગયા છે, બુટલેગર સામે ખોટો કેસ કરવાની ધમકી આપીને કોન્સ્ટેબલ હિરેનકુમાર જયંતીભાઈ પટેલે રૂપિયા 25,000ની લાંચ માગી હતી. આરોપી લાંચ આપવા માંગતા ન હોવાથી તેઓએ એસીબીનો સંપર્ક કર્યો હતો. જેને આધારે ACB દ્વારા ગુતાલમાં આવેલા ફરિયાદીના ઘરે જ એસીબીએ ટ્રેપ કરી હતી. જેમાં પોલીસ કોન્સ્ટેબલ લાંચ લેતા રંગેહાથ એસીબીની હાથે ઝડપાઇ ગયા હતા.
જો તમારી પાસે પણ કોઇ લાંચની માંગણી કરે છે તો તમે પણ એસીબી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી શકો છો,અથવા એસીબીના ટોલ ફ્રી નંબર 1064 પર કોલ કરીને ફરિયાદ આપી શકો છો.