70 થી વધુ દેશો પર ટેરિફ લાગુ થશે
ભારત અમારું મિત્ર છે, પણ છેલ્લા થોડા વર્ષમાં અપેક્ષાથી ઓછો વેપાર કર્યો છેઃ ટ્રમ્પ
ભારતમાં ટેરિફ વિશ્વમાં સૌથી વધારે છેઃ ટ્રમ્પ
વોશિંગ્ટન ડીસીઃ એક મોટો નિર્ણય લેતા અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ડઝનબંધ દેશો પર 10% થી 41% સુધીના નવા પારસ્પરિક ટેરિફ (રેસિપ્રોકલ ટેરિફ) લાદવાનો આદેશ જારી કર્યો હતો. આ આદેશ પર હસ્તાક્ષર કરતી વખતે, ટ્રમ્પે કહ્યું કે આ પગલું વર્ષોથી ચાલી રહેલા વેપાર અસંતુલનને દૂર કરવા અને અમેરિકાની આર્થિક સુરક્ષાને મજબૂત બનાવવા માટે લેવામાં આવ્યું છે.
#BREAKING Senior White House official says higher tariffs ordered by Trump on dozens of trade partners will go into effect on August 7 pic.twitter.com/8ZaerFArwa
— AFP News Agency (@AFP) August 1, 2025
વ્હાઇટ હાઉસ દ્વારા જારી કરાયેલ ફેક્ટશીટ અનુસાર, આ આદેશ ફક્ત ડ્યુટી દરોમાં ફેરફાર નહીં કરે, પરંતુ આ ટેરિફના અમલીકરણની તારીખ પણ નક્કી કરશે. ટ્રમ્પે શરૂઆતમાં ટેરિફ માટે 1 ઓગસ્ટની તારીખ નક્કી કરી હતી, જેથી ત્યાં સુધીમાં બધા દેશો સાથે વેપાર કરાર પૂર્ણ થઈ શકે, પરંતુ હવે 70 થી વધુ દેશો માટે કે જેના પર ટેરિફ લાગુ થશે, આ ટેરિફ ઓર્ડર જારી થયાના 7 દિવસ પછી અમલમાં આવશે. જો 7 ઓગસ્ટ સુધીમાં જહાજ પર કોઈ માલ લોડ કરવામાં આવ્યો હોય અને તે 5 ઓક્ટોબર સુધીમાં અમેરિકા પહોંચે તો તેના પર નવો ટેરિફ લાગુ નહીં પડે - બસ શરત એટલી કે તે પહેલાથી જ ટ્રાન્ઝિટ (મુસાફરી) માં હોય.
UPDATE Trump orders tariffs on dozens of countries in push to reshape global trade.
— AFP News Agency (@AFP) August 1, 2025
However in a minor reprieve, the White House said the measures will take effect in a week, not this Friday as previously expected https://t.co/0xf5Mm6hSJ pic.twitter.com/IniXGQt2ue
આ આદેશ હેઠળ, ભારત પર 25% ટેરિફ લાદવામાં આવ્યો છે. અમેરિકા દલીલ કરે છે કે ભારત જેવા દેશો અમેરિકન માલ પર ભારે ડ્યુટી લાદે છે, જ્યારે પોતાના માટે વેપાર છૂટછાટોની માંગણી કરે છે. એ જ રીતે, પાકિસ્તાન પર 19%, બાંગ્લાદેશ અને વિયેતનામ પર 20%, દક્ષિણ આફ્રિકા પર 30% અને સ્વિટ્ઝર્લૅન્ડ પર સૌથી વધુ 39% ડ્યુટી લાદવામાં આવી છે. આ ઉપરાંત, કેમરૂન, ચાડ, ઇઝરાયલ, તુર્કી, વેનેઝુએલા અને લેસોથો જેવા દેશો પર 15% ડ્યુટી લાદવામાં આવી છે.
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/