નૂર-સુલતાનઃ કઝાકિસ્તાનમાં અઝરબૈજાનનું પ્લેન ક્રેશ થવાના સમાચાર સામ આવ્યાં છે. તેમાં 67 મુસાફરો સવાર હતા. ક્રેશ થયા બાદ પ્લેનમાં આગ લાગી હતી. રાહત અને બચાવ ટીમો સ્થળ પર છે. આ અકસ્માતમાં 42 લોકોનાંં મોતની આશંકા છે. કઝાકિસ્તાનના મંત્રાલયે અહેવાલ આપ્યો છે કે 25 લોકોને બચાવી લેવામાં આવ્યાં છે. એક વિડિયો બતાવે છે કે વિમાન ઝડપથી ઊંચાઈ પરથી જમણી તરફ વળવાનું શરૂ કરે છે. બાદમાં તે ખુલ્લા મેદાનમાં તૂટી પડ્યું હતુ અને આગમાં લાગી હતી.
આ અઝરબૈજાન એરલાઇન્સનું પેસેન્જર પ્લેન હતું, જે કઝાકિસ્તાનના અક્તાઉ શહેર નજીક ક્રેશ થયું હતું. આ પછી તે આગની લપેટમાં આવી ગયુ હતી. આ એમ્બ્રેર 190 એરક્રાફ્ટ અઝરબૈજાનની રાજધાની બાકુથી રશિયાના ચેચન્યાના ગ્રુઝની જઈ રહ્યું હતું, પરંતુ ત્યાં ધુમ્મસને કારણે તેનો રૂટ બદલાઈ ગયો હતો. આ દુર્ઘટનામાં પાંચ ક્રૂ મેમ્બર સહિત 62 મુસાફરો સવાર હતા.
આ અકસ્માત એરપોર્ટ નજીક થયો હતો
આ દુર્ઘટના એરપોર્ટની એકદમ નજીક બની હતી. વિમાને ઇમરજન્સી લેન્ડિંગ માટે વિનંતી કરતા અનેક ચક્કર માર્યા હતા, પરંતુ અચાનક અટકી ગયું અને ક્રેશ થયું હતુ. આ પછી એમ્બ્યુલન્સ અકસ્માત સ્થળ પર દેખાઈ હતી અને ત્યાં રાહત અને બચાવ ટીમ કેટલાક લોકોને બચાવવામાં સફળ રહી હતી. કેટલાક લોકો વિમાનના પાછળના ભાગમાં સ્થિત ઈમરજન્સી એક્ઝિટમાંથી ઉતરતા જોવા મળ્યાં હતા.
દુર્ઘટના સમયે કેસ્પિયન સમુદ્રની ઉપર ઉડી રહ્યું હતુ
ઓનલાઈન ફ્લાઈટ ટ્રેકિંગ વેબસાઈટ Flightradar24 ના ડેટા દર્શાવે છે કે પ્લેન ક્રેશ થયું તે પહેલા તે કેસ્પિયન સમુદ્ર ઉપર ઉડી રહ્યું હતું. તે ચેચન્યામાં આગળ વધી રહ્યું હતુ. પરંતુ વિમાનના પાઇલટ રશિયાની પ્રાદેશિક સીમામાં પ્રવેશ્યા પછી ખતરો અનુભવતા ઇમરજન્સી લેન્ડિંગની વિનંતી કરતા અને એરપોર્ટની નજીક ચક્કર લગાવતા જોવા મળ્યું હતુ. આ ઘટના બુધવારે સવારે 6:28 વાગ્યે UTC (11:58 a.m.) પર બની હતી. વિમાન એરપોર્ટથી થોડા કિલોમીટર દૂર અને કેસ્પિયન સમુદ્રના કિનારે ક્રેશ થયું હતું.
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++