+

નવો દાવો....કોંગ્રેસના સિનિયર નેતા કમલનાથ ભાજપમાં નહીં જોડાય

નવી દિલ્હીઃ કમલનાથ અને તેમના પુત્ર નકુલનાથ કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાવા અંગેની અટકળો છેલ્લા બે દિવસથી હેડલાઈન્સમાં હતી, પરંતુ આજે આ સમાચારોનો અંત આવ્યો છે કારણ કે પાર્ટીના સૂત્રોએ જણાવ્યું છે કે કમલ

નવી દિલ્હીઃ કમલનાથ અને તેમના પુત્ર નકુલનાથ કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાવા અંગેની અટકળો છેલ્લા બે દિવસથી હેડલાઈન્સમાં હતી, પરંતુ આજે આ સમાચારોનો અંત આવ્યો છે કારણ કે પાર્ટીના સૂત્રોએ જણાવ્યું છે કે કમલનાથ ક્યાંય જઈ રહ્યાં નથી. તેઓ કોંગ્રેસના હતા અને કોંગ્રેસ સાથે જ રહેશે. મધ્યપ્રદેશ કોંગ્રેસના પ્રદેશ સચિવ તિરુપતિ કનકૈયાએ કહ્યું છે કે કમલનાથ ક્યાંય નથી જઈ રહ્યાં. જ્યારે પિતા નથી જઈ રહ્યાં તો પુત્ર કેવી રીતે જઈ શકે. 

પૂર્વ વિધાનસભા ઉમેદવાર અને કમલનાથ સમર્થક મનોજ માલવિયાએ કહ્યું છે કે કમલનાથ કોંગ્રેસના હતા અને કોંગ્રેસના જ રહેશે. કમલનાથ પોતે તમને થોડા સમયમાં નિવેદન આપશે અને તમને જણાવશે કે તેઓ ક્યાંય નથી જઈ રહ્યાં.

કમલનાથે જવાબ આપ્યો

કમલનાથ કહે છે કે હું કાલ્પનિક પ્રશ્નનો જવાબ કેમ આપું. ક્યાંય જવાનો પ્રશ્ન જ નથી. જે વ્યક્તિ ઈન્દિરાજીનો પુત્ર કહેવાતો હતો તે બીજે ક્યાંય કેવી રીતે જઈ શકે ? સજ્જન વર્માના કહેવા પ્રમાણે, કમલનાથે જાતે આ સ્પષ્ટતા કરી છે.

કમલનાથ બીજેપીમાં ન જોડાવાનું કારણ સામે આવ્યું

કમલનાથ ભાજપમાં ન જોડાવા પાછળનું સૌથી મોટું કારણ સામે આવ્યું છે. તેમના સમર્થકો આ પગલાથી નારાજ થઇ શકે છે. કમલનાથે પોતાના સમર્થકોની વાત સાથે સહમત થયા છે અને કહ્યું છે કે તેઓ તેમના સમર્થકો સાથે છે અને તેઓ કોંગ્રેસ સાથે જ રહેશે.

જય શ્રી રામનો ઝંડો છત પરથી નીચે ઉતાર્યો

રાજકીય વર્તુળોમાં ચાલી રહેલી તમામ અટકળો અને ચર્ચાઓ વચ્ચે કોંગ્રેસના દિગ્ગજ નેતા કમલનાથે પણ તેમના નિવાસસ્થાન ઉપર લહેરાવેલ “જય શ્રી રામ” ઝંડો હટાવી દીધો છે. આ ઝંડો ગઈ કાલે દિલ્હીમાં કમલનાથના ઘરની છત પર જોવા મળ્યો હતો. આ અંગે છેલ્લા કેટલાક દિવસોથી કમલનાથ અને તેમના પુત્ર નકુલનાથ કોંગ્રેસ છોડશે તેવી ચર્ચાઓ હતી.

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

Trending :
facebook twitter