+

ભાજપમાં ભડકો, હવે માણવદર વિધાનસભા પેટાચૂંટણીના ઉમેદવાર અરવિંદ લાડાણીએ જવાહર ચાવડા સામે કાર્યવાહીની કરી માંગ

જવાહર ચાવડાના પુત્રએ ભાજપને હરાવવા બેઠક બોલાવી હતીઃ લાડાણી જવાહર ચાવડા અગાઉ કોંગ્રેસમાંથી ભાજપમાં આવીને બન્યાં હતા મંત્રી કોંગ્રેસમાંથી આવેલા લાડાણીને ભાજપે બનાવ્યાં ઉમેદવાર જૂનાગઢઃ સૌરાષ્ટ્

જવાહર ચાવડાના પુત્રએ ભાજપને હરાવવા બેઠક બોલાવી હતીઃ લાડાણી

જવાહર ચાવડા અગાઉ કોંગ્રેસમાંથી ભાજપમાં આવીને બન્યાં હતા મંત્રી

કોંગ્રેસમાંથી આવેલા લાડાણીને ભાજપે બનાવ્યાં ઉમેદવાર

જૂનાગઢઃ સૌરાષ્ટ્રમાં ભાજપમાં ડખા શરૂ થઇ ગયા છે, પહેલા જયેશ રાદડિયાએ ભાજપના મેન્ડેટનું માન ન રાખ્યું, પછી દિલીપ સંઘાણીએ પાટીલને સંભળાવી, અમરેલીના સાંસદ નારણ કાછડિયાએ પોતાની પાર્ટી ભાજપને દ્રોહ કરનારી પાર્ટી ગણાવી, ભરત કાનાબારે પણ તેને સમર્થન આપ્યું અને હવે જૂનાગઢની માણાવદર વિધાનસભા બેઠકના પેટાચૂંટણીના ઉમેદવાર અરવિંદ લાડાણી લાલઘૂમ થયા છે, તેમને હરાવવા માટે ભાજપની જ ફૌજ મેદાન હોવાનું કહીને તેમને ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલને પત્ર લખ્યો છે.

લાડાણીએ જણાવ્યું કે, લોકસભા અને વિધાનસભા પેટા ચૂંટણીમાં માણાવદરના પૂર્વ ધારાસભ્ય જવાહર ચાવડાના પુત્ર રાજ ચાવડાએ 4 મેના રોજ તેમના માલિકીની ફેક્ટરીમાં એક હજાર કાર્યકરોની બેઠક બોલાવી હતી અને મને હરાવવા માટે અહીં ષડયંત્ર કરાયું હતુ. આ બેઠકમાં ભાજપના કાર્યકર્તાઓ ઉપસ્થિત હતા અને કહેવામાં આવ્યું હતુ કે આપણે બદલો લઇને કોંગ્રેસને જીતાડવાની છે.

તેમણે પત્રમાં લખ્યું છે કે માણાવદર તાલુકા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ ગોવિંદ સવસાણી, માણાવદર તાલુકા ભાજપના  મહામંત્રી જગદીશ મારૂ, જૂનાગઢ જિલ્લા પંચાયતના બાળવિકાસ સમિતીના અઘ્યક્ષ રીનાબેન હિતેષભાઇ મારડીયાના સસરા જીવા કરશનભાઇ મારડીયા, માણાવદર શહેર ભાજપના મહામંત્રી વિક્રમસિંહ મનુભા ચાવડા સહિતના ભાજપના નેતાઓએ ભાજપને હરાવવા પાર્ટી વિરુદ્ધ કામગીરી કરી છે. જોવું રહ્યું ભાજપ પ્રદેશ અધ્યક્ષ હવે પાર્ટીને નુકસાન કરનારાઓ સામે શું કાર્યવાહી કરે છે.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526

facebook twitter