મૌલવીની હેટ સ્પીચ પર જૂનાગઢ SPનું નિવેદન, નશામુક્તિના કાર્યક્રમની મંજૂરી અપાઇ હતી અને આપ્યું ઉશ્કેરણીજનક ભાષણ- Gujarat Post

12:28 AM Feb 06, 2024 | gujaratpost

જૂનાગઢઃ 31મી જાન્યુઆરીએ જૂનાગઢ ખાતે મુસ્લિમ સમાજ માટે વ્યસનમુક્તિ માટે  જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સભામાં વક્તા તરીકે મુ્ંબઇના મૌલાના મુફ્તિ સલમાન અઝહરીને બોલાવાયા હતા. તેમણે પોતાના વક્તવ્ય દરમિયાના ઉપસ્થિત ટોળાને ઉશ્કેરવાના પ્રયાસ કર્યાં હતા. તેમના ભડકાઉ  ભાષણના કેટલાક અંશો તરત જ વાયરલ થયા હતા આ વીડિઓ વાયરલ થતાં જ જૂનાગઢ પોલીસ હરકતમાં આવી ગઇ હતી.

હેટ સ્પિટ બદલ મુંબઈમાં કાર્યવાહી કરવામાં આવી હતી. હવે ગુજરાત ATSને બે દિવસના ટ્રાન્ઝીટ રિમાન્ડ મળતા મૌલાનાને મુંબઈથી અમદાવાદ લાવવામાં આવ્યાં હતા. મુફ્તી અઝહરીને જૂનાગઢની કોર્ટમાં રજૂ કરવામાં આવશે. જૂનાગઢમાં કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

જૂનાગઢ એસપી હર્ષદ મહેતાએ ઘટના અંગે નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું, સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે કાર્યક્રમ બાબતે મંજૂરી માંગવામાં આવી હતી. નશા મુક્તિ કાર્યક્રમ અંતર્ગત મંજૂરી માગવામાં આવી હતી, જે અંતર્ગત પોલીસ દ્વારા કાર્યક્રમને મંજૂરી આપવામાં આવી હતી. આયોજકો દ્વારા કયા કારણોસર મૌલાનાને બોલાવવામાં આવ્યાં હતા, હેટ સ્પીચ બાબતે કોઈ અગાઉથી આયોજન હતું કે કેમ તે સમગ્ર મામલે એલસીબીના પીઆઇ જતિન પટેલ દ્વારા આરોપીઓની પૂછપરછ કરવામાં આવી રહી છે.

તમામ આરોપીઓની ક્રોસ ઇન્કવાયરી પણ કરવામાં આવશે. નશા મુક્તિ મામલાનો કાર્યક્રમ હેટ સ્પિચમાં કેમ ફેરવાયો તે બાબતે પૂછપરછ કરવામાં આવશે, જરૂર જણાશે તો પોલીસ દ્વારા ગુનાના કામે અન્ય કલમોનો પણ ઉમેરો કરવામાં આવશે. બીજી તરફ મૌલાનાની સંસ્થાઓના બેંક એકાઉન્ટની પણ તપાસ જરૂરી બની છે. દેશ વિરોધી ગતિવિધીઓની તપાસ કરવામાં આવશે.

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post