અમદાવાદઃ જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલામાં ત્રણ ગુજરાતીઓ સહિત 27 લોકોનાં મોત થઇ ગયા છે. ગૃહરાજ્ય પ્રધાન હર્ષ સંઘવીએ કહ્યું, કે આતંકી હુમલામાં ત્રણ ગુજરાતી પ્રવાસીના મોત થયા છે. ધર્મના આધારે આતંકીઓએ કરેલો હુમલો કાયરતાનું પ્રદર્શન છે. કાશ્મીરથી ગુજરાતીઓને સહી સલામત લાવવાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. એક એક આતંકવાદીઓને વીણીને જવાબ આપવામાં આવશે. જીવ ગુમાવનારાને 100 ટકા ન્યાય મળશે. ઈજાગ્રસ્ત પ્રવાસીઓને સારવાર આપવામાં આવી રહી છે.
ગુજરાત સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું, આ ઘટનાની કેન્દ્ર સરકાર અને પીએમ મોદીએ ગંભીરતાથી નોંધ લીધી છે. પીએમ સાઉદીનો પ્રવાસ ટૂંકાવીને પરત ફર્યા છે. તેમની ડેડ બોડી પરત લાવવા માટેની વ્યવસ્થા કેન્દ્ર સરકાર કરી રહી છે. ભૂતકાળની ઘટનાઓનો જડબાતોડ જવાબ આપ્યો છે અને આ ઘટનાનો પણ આવો જ જવાબ આપવામાં આવશે.
ગુજરાત સરકાર દ્વારા મૃતકો અને ઘાયલોને કોઇ અગવડતા ન પડે તે માટે તમામ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે. સરકાર દ્વારા આજે જ ત્રણેય ગુજરાતી મૃતકોના પાર્થિવ દેહને ગુજરાત લાવવામાં આવશે. વિશેષ આર્મી પ્લેન દ્વારા ત્રણેય ગુજરાતીઓના મૃતદેહોને તેમના પરિવારને સોંપવામાં આવશે. મૃતદેહો પહેલા મુંબઇ અને ત્યાંથી અમદાવાદ ખાતે લાવવામાં આવશે. અમદાવાદ એરપોર્ટ પર ગૃહરાજ્ય પ્રધાન હર્ષ સંઘવી હાજર રહેશે. સાંજ સુધીમાં તમામ લોકોનાં મૃતદેહ તેમના પરિવારને મળી જાય તે માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે.
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++