(પલ્લવી અને તેમના પતિએ હુમલા પહેલા આ વીડિયો બનાવ્યો હતો)
જમ્મુ-કાશ્મીરઃ પાકિસ્તાન સ્થિત આતંવાદીઓએ ભારત પર મોટો હુમલો કર્યો છે, પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં 27 જેટલા લોકોનાં મોતના અહેવાલ છે, આ બધાની વચ્ચે સામે એક નવી વાત સામે આવી છે. આતંકવાદીઓએ કર્ણાટકના મંજુનાથની હત્યા કરી અને તેમની પત્નીને કહ્યું કે જા અને મોદીને આ વાત કરજે....આતંકવાદીઓએ ભારત પર મોટો હુમલો કરીને મોદી સરકારને મોટો પડકાર ફેંક્યો છે અને દેશને ધમકી પણ આપી છે.
જમ્મુ-કાશ્મીરમાં ગૃહમંત્રી અમિત શાહ કરી રહ્યાં છે હાઇલેવલ બેઠક
સીએમ ઉમર, એલજી મનોજ સિન્હા બેઠકમાં હાજર
યુપીના કાનપુરના શુભમ દ્રિવેદીનું મોત
એક આઇબી અધિકારીની પણ આતંકવાદીઓએ હત્યા કરી
કર્ણાટકના શિવમોગા જિલ્લાના મંજુનાથ પોતાના પરિવાર સાથે રજાઓ મનાવવા માટે અહીં આવ્યા હતા, તેમનું પહેલગામ હુમલામાં મોત થયું છે. મંજુનાથ પત્ની પલ્લવી અને નાના દીકરા સાથે ખીણમાં ફરવા આવ્યાં હતા. આ ઉપરાંત ગુજરાત અને રાજસ્થાનના પ્રવાસીઓ પણ અહીં હતા અને તેઓ ઘાયલ થયા હોવાના અહેવાલ છે.
Manjunath Rao from Shivamogga was killed in a terror attack in Pahalgam in front of his wife and son while on vacation. His wife Pallavi appealed for urgent airlifting of his body.
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/