(Photo Courtsy: AFP)
તેહરાનઃ ઈરાનની ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ દાવો કર્યો છે કે તેના 'ટ્રુ પ્રોમિસ 4' અભિયાનના પ્રથમ બે દિવસમાં 650 થી વધુ અમેરિકી સૈનિકો માર્યા ગયા છે અથવા ઘાયલ થયા છે. IRGC ના પ્રવક્તા બ્રિગેડિયર જનરલ અલી મોહમ્મદ નૈનીએ જણાવ્યું કે ઈરાની મિસાઈલ અને ડ્રોન હુમલાઓમાં ખાડી ક્ષેત્રમાં અમેરિકી ઠેકાણાઓ અને નૌકાદળની સંપત્તિઓને નિશાન બનાવવામાં આવી હતી.
નૈનીના જણાવ્યાં અનુસાર, બહેરીનમાં અમેરિકી નૌકાદળના ફિફ્થ ફ્લીટ મુખ્યાલય પર ઘણી વખત હુમલા કરવામાં આવ્યા હતા. તેમણે દાવો કર્યો હતો કે એક હુમલામાં 160 અમેરિકી સૈનિકો જાનહાનિનો ભોગ બન્યા હતા અને પછીના હુમલામાં પણ અનેક સૈનિકોનાં મોત થયા છે. સાથે જ અમેરિકી નૌકાદળના એક કોમ્બેટ સપોર્ટ જહાજને પણ ભારે નુકસાન થયું હોવાનો દાવો છે.
IRGC એ એમ પણ કહ્યું કે ઈરાની નૌકાદળ દ્વારા ચાબહારના કિનારાથી 250 થી 300 કિલોમીટર દૂર તૈનાત USS અબ્રાહમ લિંકન પર ચાર ક્રૂઝ મિશાઈલો છોડવામાં આવી હતી, જેના કારણે વિમાનવાહક જહાજને પાછળ હટવું પડ્યું હતું. જોકે, અમેરિકી પક્ષ તરફથી આ દાવાઓની સ્વતંત્ર પુષ્ટિ કરવામાં આવી નથી.
Supertanker costs in the Middle East have hit all-time highs, according to shipping data and industry sources, as the US-Iran conflict intensifies with Tehran attacking ships passing through the Strait of Hormuz https://t.co/GBrddVX9tu pic.twitter.com/NaWzDXCyGi
— Reuters (@Reuters) March 3, 2026