સિનિયર IPS અધિકારી પિયુષ પટેલને ACB ના ડાયરેક્ટર બનાવાયા, ઘણા સમયથી આ જગ્યા હતી ખાલી

05:37 PM Feb 12, 2025 | gujaratpost

ગાંધીનગરઃ ગુજરાત સરકારના ગૃહવિભાગે એક મહત્વની નિમણૂંક કરી છે, છેલ્લા ઘણા સમયથી ખાલી રહેલી એસીબીના ડાયરેક્ટરની પોસ્ટ પર સિનિયર આઇપીએસ અધિકારી પિયુષ પટેલને જવાબદારી સોંપવામાં આવી છે.

IPS સમશેર સિંઘ કેન્દ્ર સરકારમાં ડેપ્યુટેશન પર ગયા બાદ આ જગ્યા ખાલી હતી અને હવે પિયુષ પટેલને મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે, 1998 બેચના IPS પિયુષ પુરુષોત્તમદાસ પટેલની નિયુક્તિ એન્ટી-કરપ્શન બ્યુરોના ડાયરેક્ટર તરીકે કરવામાં આવી છે. આ નિમણૂંક રાજ્યપાલના આદેશથી કરવામાં આવી છે જેમાં નવા પદ પર તાત્કાલિક ચાર્જ સંભાળવાના આદેશ આપવામાં આવ્યાં છે.

પિયુષ પટેલ વર્ષ 2023થી કેન્દ્ર સરકારમાં BSF માં આઇજી હતા અને ગુજરાત પરત આવ્યાં બાદ તેઓ પોસ્ટિંગની રાહમાં હતા, નોંધનિય છે કે ગુજરાત સરકાર છેલ્લા કેટલાક સમયથી એસીબીને મજબૂત કરી રહી છે અને ભ્રષ્ટાચાર સામેની લડાઇ મજબૂત કરી રહી છે.

કોણ છે પિયુષ પટેલ?

પિયુષ પટેલે ઈલેક્ટ્રોનિક્સ અને કોમ્યુનિકેશનમાં બીઈની ડિગ્રી મેળવી છે. તેઓ અધિક પોલીસ મહાનિર્દેશક (ADGP) તરીકે સુરત રેન્જ આઈજીની જવાબદારી નિભાવી રહ્યાં હતા, કેન્દ્ર સરકારમાં બીએસએફમાં આઇજી હતા, હવે ગુજરાત કેડરમાં પરત આવશે.તેઓ 2013માં કેન્દ્રમાં ડેપ્યુટેશન પર ગયા હતા. ત્યાર પછી તેમને પ્રમોશન મળ્યું હતું અને એડીજીપીના હોદ્દા પર બઢતી આપવામાં આવી હતી.  

 

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++