વીડિયો, ઇરાને અંધાધૂંધ ફાયરિંગ કરીને 250 જેટલા અફઘાનીઓને મોતને ઘાટ ઉતારી દીધા હોવાનો દાવો

10:31 AM Oct 18, 2024 | gujaratpost

અંદાજે 250 જેટલા લોકોના મોતનો વીડિયો વાઇરલ

વિશ્વમાં થઇ રહી છે ઇરાની સેનાની ટીકા

ઇરાનઃ ઇરાન બોર્ડર સેનાએ મોટો નરસંહાર કર્યો હોવાનું સામે આવ્યું છે, અફઘાનિસ્તાન સરહદ સેનાએ 250 જેટલા અફઘાની નાગરિકોને મોતને ઘાટ ઉતારી દીધા હોવાની સનસનીખેજ ઘટના વિશ્વ સામે આવી છે.

દાવો છે કે અફઘાનિ શરણાર્થીઓ પર ઇરાનની સરહદમાં જ ઇરાની ગાર્ડસ દ્વારા અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું હતુ. આ મામલે માનવ અધિકાર સંસ્થાએ એક વીડિયો પણ સોશિયલ મીડિયામાં શેર કર્યો છે, આ વીડિયો આવ્યાં પછી દુનિયાભરમાં ઇરાનની ટીકા થઇ રહી છે.

મૃતકોમાં પુરુષો ઉપરાંત બાળકો અને મહિલાઓ પણ છે, અંદાજે 250 જેટલા લોકોની હત્યા કરી નાખવામાં આવી હોવાનો વીડિયો વાઇરલ થયો છે. આ મામલો હવે વૈશ્વિક કક્ષાએ ચર્ચાઇ રહ્યો છે અને ઇરાન પર કાર્યવાહીની માંગ કરવામાં આવી છે.