કાળા રંગની થેલીમાંથી રોકડના બંડલ મળી આવ્યાં
બાતમીને આધારે વોચ ગોઠવીને ભારતીય યુવકને ઝડપી પાડવામાં આવ્યો
નવી દિલ્હીઃ ઝામ્બિયાના ડ્રગ એન્ફોર્સમેન્ટ કમિશન (DEC) અને કસ્ટમ્સ વિભાગ દ્વારા સંયુક્ત કાર્યવાહીમાં કેનેથ કૌંડા આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર 27 વર્ષીય ભારતીય નાગરિકની ધરપકડ કરવામાં આવી છે. આરોપીઓ પાસેથી 2.32 મિલિયન યુએસ ડોલર (આશરે 17.7 કરોડ રોકડા) અને 7 સોનાના બિસ્કીટ, જેની અંદાજિત કિંમત 5,00,000 ડોલર (રૂપિયા 4.22 કરોડ) છે, જે જપ્ત કરવામાં આવ્યાં હતા.
તપાસ એજન્સીઓના જણાવ્યાં અનુસાર, ધરપકડ કરાયેલો વ્યક્તિ આંતરરાષ્ટ્રીય દાણચોરી રેકેટનો ભાગ હોઈ શકે છે. આ વ્યક્તિ દુબઈ જતી આંતરાષ્ટ્રીય ફ્લાઈટમાં ચઢવાનો હતો ત્યારે આ તેને પકડી લેવામાં આવ્યો હતો.
ડ્રગ એન્ફોર્સમેન્ટ કમિશને જણાવ્યું કે તેમને ગુપ્ત માહિતી મળી હતી, જેના આધારે એરપોર્ટ પર વોચ ગોઠવવામાં આવી હતી. તપાસ દરમિયાન, આરોપી પાસેથી આ સામગ્રી મળી છે. આ ડોલરની નોટો 100 ડોલરના મૂલ્યની હતી અને તેને રબર બેન્ડથી બાંધીને છુપાવવામાં આવી હતી. સોનાના ટુકડાઓ પણ બેગની અંદર કાળજીપૂર્વક છુપાવવામાં આવ્યાં હતા.
ડીઈસીએ જણાવ્યું હતું કે આ કેસ આંતરરાષ્ટ્રીય સ્તરે સંચાલિત દાણચોરી અને મની લોન્ડરિંગ નેટવર્ક તરફ ઈશારો કરે છે. આરોપી એકલો જ કામ કરી રહ્યો હતો કે કોઈ મોટા નેટવર્કનો ભાગ છે તેની અમે તપાસ કરી રહ્યાં છીએ.
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++