Breaking News: ભારતનો ચેમ્પિયન ટ્રોફી પર કબ્જો, દેશભરમાં જીતની ભવ્ય ઉજવણી

10:21 PM Mar 09, 2025 | gujaratpost

પીએમ મોદીએ જીત પર પાઠવી શુભેચ્છા

દેશભરમાંથી ટીમ ઇન્ડિયાને અપાઇ રહ્યાં છે અભિનંદન

દુબઇઃ 12 વર્ષ બાદ ભારતે ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભવ્ય જીત મેળવી લીધી છે, દેશભરમાં તેની ઉજવણી થઇ રહી છે. ઠેર ઠેર લોકો રસ્તાઓ પર આવી ગયા છે અને ફટાકડા ફોડી રહ્યાં છે.દુબઈમાં રમાયેલી ફાઈનલમાં ન્યૂઝીલેન્ડને હરાવીને ભારતે આ મુકાબલો જીતી લીધો છે.

દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાયેલી ફાઈનલમાં ન્યૂઝીલેન્ડને 4 વિકેટથી હરાવીને ભારતે આ ચેમ્પિયન્સ ટ્રોફી જીતી લીધી છે. ટોસ જીતીને પહેલા બેટિંગ કરતાં ન્યૂઝીલેન્ડની ટીમે 50 ઓવરમાં 7 વિકેટે 251 રન કર્યાં હતા, ભારતને જીત માટે 252 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જવાબમાં ભારતે 49 ઓવરમાં 6 વિકેટે 254 રન બનાવી લીધાં હતા.

ભારતને પહેલો ઝટકો શુભમન ગિલના રુપમાં લાગ્યો અને તેને મિચેલ સેન્ટરને ગ્લેન ફિલિપ્સને હાથે કેચઆઉટ કરાવી દીધો હતો. ત્યાર બાદ ભારતને બીજો ઝટકો કોહલીનો લાગ્યો હતો. કોહલી એક રને એલબીડબલ્યુ આઉટ થયો હતો. જ્યારે કેપ્ટન રોહિત શર્માએ વિસ્ફોટક ઈનિંગ રમતા 76 રન ફટકાર્યાં હતા. પરંતુ રચિન રવિન્દ્રની બોલિંગમાં ટોમ લાથમે તેને સ્ટમ્પ આઉટ કરાવી દીધો હતો. કુલદીપ યાદવ અને વરુણ ચક્રવર્તીએ 2-2 વિકેટ લીધી હતી, શમી અને જાડેજાએ 1-1 વિકેટ ઝડપી હતી.

12 વર્ષ બાદ ભારતની ભવ્ય જીત થઇ

ભારતે 12 વર્ષ પછી ચેમ્પિયન્સ ટ્રોફી જીતી છે, 2013માં ઈંગ્લેન્ડને હરાવીને ચેમ્પિયન્સ ટ્રોફી જીતી હતી. 2017માં ભારત પાસે ચેમ્પિયન્સ ટ્રોફી જીતવાની તક આવી હતી પરંતુ ફાઈનલમાં પાકિસ્તાને ભારતને હરાવીને ટ્રોફી પર કબ્જો કર્યો હતો, જો કે હવે 2025માં ભારતને જીત મળી છે.

 

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++