+

India - US Trade Deal: ટેક્સટાઈલ પર શૂન્ય ટકા ટેરિફ કરી શકે છે અમેરિકા

નવી દિલ્હીઃ અમેરિકા  તરફથી ભારતને એક પછી એક રાહત મળી રહી છે. પહેલા ભારત-અમેરિકા ડીલની ફેક્ટશીટમાં મોટા ફેરફારો કરીને કેટલીક શરતોમાં છૂટછાટ આપવામાં આવી, તો હવે તેના એક દિવસ પછી જ વધુ છૂટછાટો મળવાન

નવી દિલ્હીઃ અમેરિકા  તરફથી ભારતને એક પછી એક રાહત મળી રહી છે. પહેલા ભારત-અમેરિકા ડીલની ફેક્ટશીટમાં મોટા ફેરફારો કરીને કેટલીક શરતોમાં છૂટછાટ આપવામાં આવી, તો હવે તેના એક દિવસ પછી જ વધુ છૂટછાટો મળવાની સંભાવના દેખાઈ રહી છે. આ અંગેનો ખુલાસો કેન્દ્રીય વાણિજ્ય મંત્રી પીયૂષ ગોયલે  કર્યો છે.

ગુરુવારે તેમણે જણાવ્યું હતું કે, ભારતના ટેક્સટાઇલ સેક્ટરને એવા લાભો મળશે જે અમેરિકા દ્વારા બાંગ્લાદેશને આપવામાં આવ્યા છે. ભારત અને અમેરિકા વચ્ચેની વેપાર મંત્રણામાં મહત્વની ભૂમિકા ભજવનારા કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલે સંકેત આપ્યો હતો કે બાંગ્લાદેશની જેમ, ભારતીય ટેક્સટાઇલ સેક્ટરને પણ અંતિમ સમજૂતી પર હસ્તાક્ષર થયા બાદ ઝીરો ટેરિફ  સુવિધા મળવાની અપેક્ષા છે. તેમના આ નિવેદનથી ભારતના કાપડ નિકાસકારોને મોટી રાહત મળશે, કારણ કે અમેરિકા-બાંગ્લાદેશ વેપાર કરારે આ બિઝનેસ સામે મોટા પડકારો ઉભા કર્યા હતા.

પીયૂષ ગોયલનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે ભારત-અમેરિકા ટ્રેડ ડીલને લઈને રાજકીય ગલિયારાઓમાં પણ આક્ષેપ-પ્રતિઆક્ષેપનો દોર ચાલી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ કહ્યું હતું કે ભારત અને અમેરિકા વચ્ચે થયેલો આ કરાર ડોનાલ્ડ ટ્રમ્પ સામે સંપૂર્ણ શરણાગતિ સમાન છે. હવે પીયૂષ ગોયલે તેમના નિવેદન પર નિશાન સાધતા કહ્યું કે, તેમણે સંસદમાં વધુ એક જૂઠ ફેલાવ્યું કે વેપાર કરારથી ભારતની સરખામણીમાં બાંગ્લાદેશને વધુ ફાયદો થયો છે.

વાણિજ્ય મંત્રીએ કોંગ્રેસને વળતો જવાબ આપતા કહ્યું કે, જે રીતે બાંગ્લાદેશને સુવિધા મળી છે કે જો અમેરિકાથી કાચો માલ ખરીદવામાં આવે અને તેમાંથી તૈયાર કરેલા કાપડની નિકાસ કરવામાં આવે તો તેના પર કોઈ ટેરિફ (ટેક્સ) લાગતો નથી, તેવી જ સુવિધા ભારતને પણ મળશે.

આ અંગે વિગતે વાત કરતા પીયૂષ ગોયલે સ્પષ્ટ કર્યું હતું કે, આ ભાગ ગયા અઠવાડિયે બંને દેશો દ્વારા જાહેર કરાયેલા વચગાળાના વેપાર કરારના માળખામાં કદાચ સામેલ ન હોય, પરંતુ તે અંતિમ સમજૂતીમાં ચોક્કસપણે સામેલ હશે. તેમણે કહ્યું કે હાલમાં અમારો વેપાર કરાર તૈયાર થઈ રહ્યો છે અને જ્યારે આ વચગાળાની સમજૂતી અંતિમ સ્વરૂપ લેશે, ત્યારે તમને તેની દરેક ઝીણવટભરી વિગત સમજાવા લાગશે.

ભારત માટે પીયૂષ ગોયલનું આ નિવેદન ખૂબ જ ખાસ માનવામાં આવે છે કારણ કે ટેક્સટાઇલ સેક્ટરને આનાથી મોટી રાહત મળશે. નોંધનીય છે કે અમેરિકા એ ભારતના કાપડ નિકાસ માટેનું સૌથી મોટું બજાર છે અને દેશમાંથી નિકાસ થતા કુલ કાપડના શિપમેન્ટનો 30% હિસ્સો અમેરિકા જાય છે.

facebook twitter