નવી દિલ્હીઃ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ વચગાળાના જામીન પર તિહાડ જેલમાંથી બહાર આવી ગયા છે, બહાર આવતાની સાથે જ તેમને મોદી સરકારને તાનાશાહ ગણાવી હતી, તેમને દાવો કર્યો છે કે જો ભાજપ બહુમતિથી જીતશે તો દેશના નવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી નહીં પરંતુ અમિત શાહ હશે, મોદી હવે 75 વર્ષના થવા જઇ રહ્યાં છે અને તેઓ ઇચ્છે છે કે અમિત શાહ વડાપ્રધાન બને, સાથે જ કેજરીવાલે દાવો કર્યો કે આ લોકો યોગી આદિત્યનાથને યુપીના સીએમ પદેથી હટાવી દેશે.
ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે હું અરવિંદ કેજરીવાલ એન્ડ કંપની અને ઇન્ડિયા ગઠબંધનને કહેવા માંગુ છું કે ભાજપના બંધારણમાં આવું કંઈ નથી કે 75 વર્ષે પદ છોડી દેવાનું, પીએમ મોદી જ ત્રીજી વખત આપણા વડાપ્રધાન બનશે અને કાર્યકાળ પુરો કરશે. કેજરીવાલનો આ દાવો કોઇ નવી રણનીતિ હેઠળ કરાયો હોવાનું ચર્ચાઇ રહ્યું છે.
અરવિંદ કેજરીવાલે આપના કાર્યાલય પર કાર્યકર્તાઓને સંબોધતી વખતે ભાજપની તાનાશાહીની ઝાટકણી કાઢી હતી. લિકર પોલીસી કેસમાં કેજરીવાલને વચગાળાના જામીન મળ્યાં છે ત્યારે તેમને કહ્યું કે ભાજપ અને મોદીએ મને હેરાન કરવામાં કંઇ બાકી રાખ્યું નથી, આ લોકો મને સીએમ પદની ખુરશી પરથી હટાવવા ષડયંત્રો કરી રહ્યાં છે. પરંતુ હું હારવાનો નથી, હું જનતા માટે કામ કરવાનો છું.
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526