+

વૃદ્ધ વ્યક્તિને ફેસબુક પર યુવતીની મિત્રતા પડી ભારે, મની લોન્ડરિંગના કેસમાં ફસાવી દેવાની ધમકી આપીને રૂ.1 કરોડ 29 લાખ પડાવ્યાં

(પ્રતિકાત્મક ફોટો) અમદાવાદઃ આનંદનગર વિસ્તારમાં રહેતા 65 વર્ષીય નિવૃત્ત સરકારી કર્મચારીને ફેસબુક દ્વારા કોઇને મિત્ર બનાવવાની ભારે કિંમત ચૂકવવી પડી છે. સાયબર ઠગોએ તેમને મની લોન્ડરિંગ અને ટેરર ​​ફંડિં

(પ્રતિકાત્મક ફોટો)

અમદાવાદઃ આનંદનગર વિસ્તારમાં રહેતા 65 વર્ષીય નિવૃત્ત સરકારી કર્મચારીને ફેસબુક દ્વારા કોઇને મિત્ર બનાવવાની ભારે કિંમત ચૂકવવી પડી છે. સાયબર ઠગોએ તેમને મની લોન્ડરિંગ અને ટેરર ​​ફંડિંગના ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપીને તેમની સાથે 1 કરોડ 29 લાખ રૂપિયાની છેતરપિંડી કરી હતી. વૃદ્ધ વ્યક્તિની ફરિયાદને આધારે પોલીસે કેસ નોંધીને તપાસ શરૂ કરી છે.

આ ઘટના ઓક્ટોબર 2023માં શરૂ થઈ હતી, જ્યારે નિશ વિલિયમ્સ નામની મહિલાએ ફેસબુક પર વૃદ્ધ વ્યક્તિને ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી હતી. વૃદ્ધાએ વિનંતી સ્વીકારી અને વધુ ચેટ કર્યાં પછી વોટ્સએપ પર વાતચીત શરૂ  કરી હતી. મહિલાએ પોતાને લંડનની રહેવાસી ગણાવતા કહ્યું કે તેના માતા-પિતા રાજસ્થાનના છે. તેણે માર્ચ 2024માં ભારત આવવાનું વચન આપ્યું હતું.

રૂપિયા 1.29 કરોડની છેતરપિંડી કરી

થોડા દિવસો પછી વૃદ્ધ વ્યક્તિ પર અજાણ્યા નંબર પરથી કોલ આવ્યો, જેમાં ફોન કરનાર વ્યક્તિએ પોતાની ઓળખ દિલ્હી એરપોર્ટના અધિકારી તરીકે આપી હતી. તેણે કહ્યું કે નિશા વિલિયમ્સ 80 હજાર બ્રિટિશ પાઉન્ડ લઈને ભારત આવી છે અને તેની ધરપકડ કરવામાં આવી છે. ફોન કરનારે દાવો કર્યો હતો કે આ પૈસા નિવૃત સરકારી કર્મચારીએ મંગાવ્યાં હતા અને તેમની સામે મની લોન્ડરિંગ અને ટેરર ​​ફંડિંગનો કેસ નોંધવામાં આવશે.

મની લોન્ડરિંગ અને ટેરર ​​ફંડિંગના ખોટા કેસમાં ફસાવવાની ધમકી આપી

વૃદ્ધને પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનું માલુમ પડતાં તેમણે આનંદનગર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવ્યો હતો. પોલીસનું કહેવું છે કે આ મામલાની ગંભીરતાથી તપાસ કરવામાં આવી રહી છે અને વૃદ્ધને ફોન ક્યાંથી આવ્યો હતો તે શોધવાના પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++

Trending :
facebook twitter