નવી દિલ્હીઃ ભારત અને અમેરિકાના રાજકીય સંબંધો ફરી એક વખત ચર્ચામાં છે. અમેરિકા દ્વારા ભારત પર 500 ટકા ટેરિફ લાદવાની ચર્ચાઓ વચ્ચે ભારતીય વિદેશ મંત્રાલયનો સ્પષ્ટ જવાબ આવ્યો છે. ભારતે જણાવ્યું છે કે અમે તે સ્પષ્ટ કરી દીધું છે કે ઊર્જા (Energy) સંબંધિત અમારા નિર્ણયો બજારની સ્થિતિને ધ્યાનમાં રાખીને લેવામાં આવે છે અને તે 1.4 અબજ ભારતીયો માટે ઊર્જા સુરક્ષા સુનિશ્ચિત કરે છે. ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જાયસવાલે તેમની પ્રેસ કોન્ફરન્સમાં અમેરિકામાં ટેરિફ અંગે ચાલી રહેલી ચર્ચાઓનો જવાબ આપ્યો હતો.
અમેરિકા ભારત પર પહેલેથી જ 50 ટકા ટેરિફ લગાવી ચૂક્યું છે. જો કે, ભારતની અર્થવ્યવસ્થા પર તેની કોઈ ખાસ અસર ન પડતા, હવે અમેરિકા ભારત, ચીન અને બ્રાઝિલ જેવા દેશો પર ટેરિફ વધારીને 500 ટકા કરવા માંગે છે. આ બિલ સેનેટર લિંડસે ગ્રેહામ દ્વારા રજૂ કરવામાં આવ્યું છે. ડોનાલ્ડ ટ્રમ્પે 7- 8 જાન્યુઆરી 2026 ના રોજ આ બિલને લીલી ઝંડી આપી હતી. ટ્રમ્પે ગ્રેહામ સાથેની મુલાકાત બાદ આ બિલને ટેકો આપ્યો હતો, જેનો હેતુ રશિયાના યુદ્ધ ફંડિંગને રોકવાનો છે.
અમેરિકાનું કહેવું છે કે ભારત રશિયા પાસેથી સસ્તું ક્રૂડ ઓઈલ ખરીદીને રશિયાના યુદ્ધ માટે નાણાxકીય મદદ કરી રહ્યું છે. જો આ બિલ પાસ થઈ જાય, તો અમેરિકા એવા દેશો પર ઓછામાં ઓછો 500 ટકા ટેરિફ લગાવી શકે છે જે રશિયન તેલ, ગેસ કે યુરેનિયમ ખરીદે છે. અમેરિકન મીડિયા અને સેનેટર ગ્રેહામનું માનવું છે કે આ બિલ ટ્રમ્પને આ બાબતે વ્યાપક સત્તા આપશે.
https://x.com/ians_india/status/2009585239954440484?ref_src=twsrc^tfw|twcamp^tweetembed|twterm^2009585239954440484|twgr^5abb01e84d51bfc6e6032b960354d0beb61e656c|twcon^s1_c10&ref_url=https://www.vtvgujarati.com/news-details/india-sends-clear-message-on-trump-tariff-bill-energy-policy-will-not-bow-to-pressure