+

યુદ્ધના પાંચમા દિવસે તેહરાન ધ્રૂજ્યું: UAE એ ઈરાનની 3 બેલિસ્ટિક મિસાઈલ અને 129 ડ્રોન તોડી પાડ્યા

(Photo Courtsy: AFP) અબુધાબીઃ અમેરિકા-ઈઝરાયેલ અને ઈરાન વચ્ચેનું યુદ્ધ હવે પાંચમા દિવસમાં પ્રવેશ્યું છે. આ દરમિયાન બુધવારે સવારે ઈરાનની રાજધાની તેહરાન પ્રચંડ વિસ્ફોટોના અવાજથી ગુંજી ઉઠી હતી. ઈરાની સ

(Photo Courtsy: AFP)

અબુધાબીઃ અમેરિકા-ઈઝરાયેલ અને ઈરાન વચ્ચેનું યુદ્ધ હવે પાંચમા દિવસમાં પ્રવેશ્યું છે. આ દરમિયાન બુધવારે સવારે ઈરાનની રાજધાની તેહરાન પ્રચંડ વિસ્ફોટોના અવાજથી ગુંજી ઉઠી હતી. ઈરાની સરકારી ટીવીના અહેવાલ મુજબ, સવારના સમયે તેહરાનની આસપાસ અનેક વિસ્ફોટો થયા હતા. બીજી તરફ, ઈઝરાયેલે જણાવ્યું હતું કે ઈરાન તરફથી છોડવામાં આવેલી મિસાઈલોને કારણે તેણે પોતાની 'એર ડિફેન્સ સિસ્ટમ' સક્રિય કરવી પડી હતી. 

સંયુક્ત આરબ અમીરાતના સંરક્ષણ મંત્રાલયે આજે એક મહત્વપૂર્ણ જાહેરાત કરતા જણાવ્યું છે કે, UAE એર ડિફેન્સે દેશની સુરક્ષા કાજે ઈરાન તરફથી છોડવામાં આવેલા મિસાઈલ અને ડ્રોન હુમલાને નિષ્ફળ બનાવ્યો છે. સંરક્ષણ મંત્રાલયના જણાવ્યા અનુસાર, આજે (4 માર્ચ, 2026) UAE એર ડિફેન્સે 3 બેલિસ્ટિક મિસાઈલોને સફળતાપૂર્વક આકાશમાં જ આંતરીને તોડી પાડી હતી. આ ઉપરાંત, દુશ્મન દેશના કુલ 129 ડ્રોન શોધી કાઢવામાં આવ્યા હતા.

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સંકેત આપતા કહ્યું છે કે આ જંગ હજુ ઘણા અઠવાડિયા કે તેથી વધુ સમય સુધી ચાલુ રહી શકે છે. અત્યાર સુધીના આંકડા મુજબ, ઈરાનમાં આ યુદ્ધમાં અંદાજે 800 લોકોના મોત થયા છે.

ઈઝરાયેલે જણાવ્યું કે હિઝબુલ્લાહના આતંકીઓ વિરુદ્ધ જવાબી કાર્યવાહી કરતા તેણે લેબનાનમાં અનેક સ્થળો પર હુમલા કર્યા છે. લેબનાનના સરકારી મીડિયા અનુસાર, બાલ્બેક શહેરમાં એક રહેણાંક ઇમારત પર ઈઝરાયેલી હુમલામાં ઓછામાં ઓછા 4 લોકોએ જીવ ગુમાવ્યા છે. ઉલ્લેખનીય છે કે, એક દિવસ પહેલા જ ઈઝરાયેલે ઈરાનના મિસાઈલ લોન્ચર્સ અને એક ન્યુક્લિયર રિસર્ચ સેન્ટર પર હવાઈ હુમલા કર્યા હતા.

facebook twitter