નવી દિલ્હીઃ ભારતે પીઓકેમાં એર સ્ટ્રાઇક કરીને પાકિસ્તાની આતંકવાદીઓને સબક શીખવી દીધો છે, અંદાજે 100 આતંકીઓનો સફાયો કરી નાખવામાં આવ્યો હોવાના અહેવાલ છે. આ બધાની વચ્ચે હવે પાકિસ્તાન ભારત પર હુમલો કરવાની ધમકીઓ આપી રહ્યું છે, તેમના રક્ષા મંત્રી કહી રહ્યાં છે કે અમે ભારતના સૈન્ય ઠેકાણાંઓને નિશાન બનાવીશું. જો કે ભારતીય સેના કોઇ પણ સ્થિતીનો સામનો કરવા તૈયાર છે.
ઓપરેશન સિંદૂર પછી ભારત પાકિસ્તાનની કચ્છ સરહદ પર એક શંકાસ્પદ ડ્રોન હાઇટેન્શન વાયરને અડતા તૂટી પડ્યું છે, તેની સેના તપાસ કરી રહી છે, બીજી તરફ અમૃતસર પાસે ભારતીય સેનાએ પાકિસ્તાનની સેનાએ છોડેલી મિસાઇલ તોડી પાડવામાં આવી છે, તેને હવામાં જ નાશ કરવામાં આવી છે.
પાકિસ્તાની સેનાએ કરેલા ફાયરિંગમાં કૂલ 15 ભારતીય નાગરિકોનાં મોતના અહેવાલ છે. હજુ પણ પાકિસ્તાન તેના નાપાક ઇરાદા છોડી રહ્યું નથી. મોદી સરકાર પણ આ વખતે લડી લેવાના મૂડમાં છે અને હજુ વધુ આતંકવાદીઓનો સફાયો થઇ શકે છે.