ગીર સોમનાથઃ તાલાલામાં પોલીસ ચોકી પાસે પરિવાર પર હુમલો થય છે, જેમાં 7 લોકો એક પરિવાર પર તૂટી પડ્યાં હતા, શહેરના નરસિંહ ટેકરી વિસ્તારમાં ટાઉન પોલીસ ચોકી પાસે એક મુસ્લિમ પરિવાર પર મધરાતે હુમલો થયો હતો. કારમાં આવેલા 7 લોકોએ લાકડાના ધોકા સહિતના હથિયારોથી આ હુમલો કર્યો હતો.
આ હુમલામાં 5 વ્યક્તિઓ ઘાયલ થયા હતા, હુમલાનું મૂળ કારણ પારિવારિક વિવાદ છે, ઘાયલોને તાત્કાલિક તાલાલાની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાંથી વધુ સારવાર માટે તેમને વેરાવળ સિવિલ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા. હુમલાની જાણ થતાં તાલાલા પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને કેસની વધુ તપાસ હાથ ધરી હતી.