+

IAS ગૌરવ દહિયાનું સસ્પેન્શન પાછું ખેંચાયું, એડિશનલ ડેવલોપમેન્ટ કમિશનરના પદે મળી નિયુક્તિ

દહિયાને યુવતીએ કર્યાં હતા બ્લેકમેલ, રૂપિયાની કરી હતી માંગ ગાંધીનગરઃ દિલ્હીની યુવતીના સનસનીખેજ આરોપ બાદ ગુજરાત કેડરના આઇએએસ અધિકારી ગૌરવ દહિયાને સસ્પેન્ડ કરાયા હતા. આ મામલો ઘણા લાંબા સમય સુધી ચાલ્યો

દહિયાને યુવતીએ કર્યાં હતા બ્લેકમેલ, રૂપિયાની કરી હતી માંગ

ગાંધીનગરઃ દિલ્હીની યુવતીના સનસનીખેજ આરોપ બાદ ગુજરાત કેડરના આઇએએસ અધિકારી ગૌરવ દહિયાને સસ્પેન્ડ કરાયા હતા. આ મામલો ઘણા લાંબા સમય સુધી ચાલ્યો હતો અને હવે કેસની લાંબી તપાસ બાદ દહિયાને પાછા નોકરી પર લેવામાં આવ્યાં છે, તેમને ગુજરાત સરકારમાં એડિશનલ ડેવલોપમેન્ટ કમિશનર કરીતે નિયુક્તિ મળી છે.

2010ની બેચના આઇએએસ અધિકારી દહિયા પર દિલ્હીની યુવતીએ ગંભીર આરોપ લગાવ્યાં હતા, તેમનાથી એક દિકરી હોવાનું પણ કહ્યું હતુ, જેથી લગ્નેત્તર સંબંધોના આરોપસર 2019માં તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યાં હતા. હવે જીએડીએ તેમને ક્લિનચીટ આપતા તેમને સરકારે નોકરી પાછી આપી છે.

દિલ્હીની યુવતી જે તે સમયે ગુજરાતમાં આવીને તેને મુખ્યપ્રધાનને મળવાના પ્રયાસ કર્યાં હતા, સાથે જ તેને દહિયા પાસે એક બંગલો અને 20 કરોડ રૂપિયાની માંગણી કરી હતી, જે તે સમયે મોટો હોબાળો કર્યો હતો, જો કે હવે દહિયાને લાંબા સમય પછી આ કેસમાં રાહત મળી છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

facebook twitter