નવી દિલ્હીઃ કોંગ્રેસના સાંસદ અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીને લઇને મોટા સમાચાર સામે આવ્યાં છે, તેમની નાગરિકતાને લઇને અલ્હાબાદ હાઇકોર્ટમાં એક અરજી થઇ હતી, જે મામલે હવે હાઇકોર્ટે કેન્દ્ર સરકારને આદેશ આપ્યો છે અને પૂછ્યું છે કે રાહુલ ગાંધી ભારતના નાગરિક છે કે નહીં તે મામલે 10 દિવસમાં સરકાર જવાબ આપે.
લખનઉ બેંચમાં સુનાવણી દરમિયા કેન્દ્ર સરકાર પાસે જવાબ માંગવામાં આવ્યો છે,કર્ણાટકના એસ.વિગ્નેશ શિશિર દ્વારા દાખલ કરાયેલી જાહેર હિતની અરજી પર જસ્ટિસ એઆર મસૂદી અને જસ્ટિસ રાજીવ સિંહની ડિવિઝન બેન્ચે આદેશ આપ્યો હતો. સુનાવણી દરમિયાન કેન્દ્ર સરકાર દ્વારા સ્ટેટસ રિપોર્ટ દાખલ કરવામાં આવ્યો હતો, પરંતુ કોર્ટે સરકારના રિપોર્ટને અપૂરતો માન્યો છે, કેન્દ્ર સરકારને વધુ સ્પષ્ટ જવાબ રજૂ કરવા આદેશ આપ્યો છે. હવે 5 મેના રોજ વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે.
અગાઉની સુનાવણીમાં ડેપ્યુટી સોલિસિટર જનરલ એસ.બી.પાંડેએ કોર્ટને જણાવ્યું હતું કે, અરજદારની ફરિયાદ અમે કાર્યવાહી શરૂ કરી દીધી છે સંબંધિત મંત્રાલયે બ્રિટિશ સરકારને પત્ર લખીને રાહુલ ગાંધીની કથિત બ્રિટિશ નાગરિકતા વિશે વિગતો માંગી છે. આ જ કારણે કેન્દ્ર સરકારને ફરિયાદ પર નિર્ણય લેવા માટે સમયની જરૂર છે. નોંધનિય છે કે રાહુલ ગાંધીની ભારતીય નાગરિકતા શંકાસ્પદ હોવા મામલે કોર્ટમાં અરજી કરવામાં આવી છે.
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++