હે ભગવાન...એક પ્રોફેસરે પોતાની 8 વર્ષની પુત્રીનું ગળું કાપી નાખ્યું...! પેટ કાપીને આંતરડા કાઢી લીધા અને પોતે કરી આત્મહત્યા

11:17 AM Mar 11, 2024 | gujaratpost

ચંદીગઢઃ ​​હરિયાણાના હિસાર જિલ્લામાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. રવિવારે સાંજે યુનિવર્સિટી કેમ્પસ સ્થિત તેમની ઓફિસમાંથી પ્રોફેસર અને તેમની 8 વર્ષની પુત્રીનો મૃતદેહ મળી આવતા ખળભળાટ મચી ગયો હતો.મૃતકની ઓળખ સંદીપ ગોયલ (ઉ.વ-35) તરીકે થઈ છે, જે હિસારની લાલા લાજપત રાય યુનિવર્સિટી ઓફ વેટરનરી એન્ડ એનિમલ સાયન્સમાં કામ કરતા હતા.

શું છે સમગ્ર મામલો ?

ગોયલ અને તેમનો પરિવાર યુનિવર્સિટી કેમ્પસમાં રહેતો હતો. પોલીસે જણાવ્યું કે મૃતકોના ગળા કાપેલા મળી આવ્યાં હતા અને તેમના મૃતદેહ ગોયલની ઓફિસમાંથી મળી આવ્યાં હતા.એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે ગોયલ ડિપ્રેશનની સારવાર હેઠળ હતા.તમામ પાસાઓને ધ્યાનમાં રાખીને કેસની તપાસ શરૂ કરવામાં આવી છે.

પ્રોફેસરે પોતે જ દીકરીની હત્યા કરી ?

પ્રાપ્ત માહિતી અનુસાર પ્રોફેસરે તેમની પુત્રીનું ગળું કાપી નાખ્યું અને પછી સર્જિકલ બ્લેડથી પોતાનું ગળું કાપીને આત્મહત્યા કરી લીધી હતી. પ્રોફેસર મૂળ નરવાના રહેવાસી હતા. તેમની પત્ની નીતુ ગોયલ અને એક પુત્રી સાથે લુવાસના સરકારી ક્વાર્ટરમાં રહેતા હતા. સાંજે તે દીકરીને ફરવા લઈ જાવ છું તેમ કહી ઘરેથી નીકળી ગયા હતા. લાંબા સમય સુધી તે પરત ન આવતાં તેમની પત્નીએ શોધવા માટે નીકળી હતી. બાદમાં યુનિવર્સિટી કેમ્પસમાંથી બંનેના મૃતદેહ મળી આવ્યાં હતા.

પ્રાપ્ત માહિતી અનુસાર પ્રોફેસરે તેની પુત્રીનું પેટ પણ ફાડી નાખ્યું હતું, જેના કારણે તેના આંતરડા બહાર આવી ગયા હતા. આ સમગ્ર ઘટનામાં સર્જિકલ બ્લેડનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

ગુજરાતના લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post