હરિયાણાઃ અહીં એક સનસનીખેજ બનાવ સામે આવ્યો છે, અહીંના રોહતકમાં એક બસ સ્ટેન્ડ નજીકથી સૂટકેસમાં લાશ મળી છે. કોંગ્રેસની યુવા નેતા હિમાની નરવાલની લાશ મળી આવી છે, હાથમાં મહેંદી, ગળામાં કાળા રંગની ચુંદડી, શરીર પર સફેદ રંગનું ટોપ અને લાલ રંગના પેન્ટમાં આ યુવતી મૃત હાલતમાં મળી આવી છે.
હિમાની નરવાલ રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રામાં પણ સાથે દેખાયા હતા અને તેઓ કોંગ્રેસના સક્રિય કાર્યકર્તા હતા. કોઇએ તેમની હત્યા કરીને લાશને આવી રીતે સૂટકેસમાં મુકીને ફેંકી દીધી હોવાનો અંદાજ છે.
પોલીસ કાફલો અને મૃતકના પરિવારજનો ઘટના સ્થળે પહોંચ્યાં હતા, પોલીસે હાલમાં તો લાશનો કબ્જો લઇને તેને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી છે, દિકરીના મોત પછી પરિવારજનો પર આભ તૂટી પડ્યું છે. નોંધનિય છે કે હિમાનીના ભાઇએ થોડા સમય પહેલા જ હત્યા કરી નાખવામાં આવી હતી અને તેના પિતાએ પણ આત્મહત્યા કરી હતી.
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++