ભેખડો ધસી પડતાં કાશ્મીરના પ્રવાસે ગયેલા અનેક ગુજરાતીઓ ફસાયા- Gujarat Post

12:22 PM Apr 21, 2025 | gujaratpost

ફલાઇટનું ભાડું બમણું થઈ ગયું

બનિહાલ કે રામબનમાં ફસાયેલા લોકો માટે નજીકના સ્થળોએ જવાની વ્યવસ્થા કરવામાં આવી

એક સપ્તાહ સુધી રોડ બંધ રહેવાની શક્યતા

Trending :

અમદાવાદઃ ગુજરાતમાં હાલ પરીક્ષાની મોસમ પૂરી થઈ ગઈ છે અને ઉનાળાની ગરમીથી રાહત મેળવવા ઘણા ગુજરાતીઓ જમ્મુ-કાશ્મીર પહોંચી ગયા છે. બે દિવસ પહેલા જમ્મુ-શ્રીનગર રોડ પર આવેલા રામબનની આસપાસના દોઢ કિલોમીટરમાં ભારે વરસાદને કારણે ધસી ગયેલી ભેખડોને લીધે રસ્તો બંધ થઇ ગયો છે. તેની સીધી અસર એપ્રિલ અને મે મહિનાના શરુઆતમાં કાશ્મીર પ્રવાસ ગયેલા અનેક ગુજરાતીઓ અને અન્ય રાજ્યોના લોકો ફસાયા છે.

રવિવારે જમ્મુ-શ્રીનગર રોડ પર ભારે વરસાદને કારણે અનેક ટ્રકો ભેખડો વચ્ચે ફસાતા ઘટના સ્થળે જ ત્રણ લોકોના મોત થયા હતા. ભારે વરસાદને કારણે પૂર આવવાથી જમ્મુથી શ્રીનગર વચ્ચે આવેલા રામબન-બનિહાલ હાઈવે પર ભેખડો ધસી પડતા અનેક ટ્રકો ફસાઇ હતી. કેટલાંક વાહનો ખીણમાં પડ્યા હોવાની માહિતી મળી છે. જેના કારણે આ રુટ પર કલાકો સુધી ટ્રાફિક જામ થયો છે. કાશ્મીર પોલીસે જમ્મુથી આવતા લોકોને તાત્કાલિક ધોરણે પાછા વળવાની સુચના આપી છે અને શ્રીનગરથી આવતા વાહન ચાલકોને પાછા શ્રીનગર કે નજીકના સેન્ટરમાં જવા કહ્યું છે.

અંદાજે 1 હજારથી વધુ ગુજરાતીઓ આ પ્રવાસમાં ફસાયા છે. જેના કારણે હાલમાં શ્રીનગર-દિલ્હી, શ્રીનગર-અમદાવાદ, શ્રીનગર-ચંડીગઢ, શ્રીનગર-અમૃતસર અને જમ્મુ જતી ફ્‌લાઈટોના ભાડામાં ડબલ કરતાં વધારે ઉછાળો આવ્યો છે. જો કે અત્યારે હવાઈ માર્ગથી કાશ્મીરની યાત્રા યથાવત છે. પરંતુ વાહન કે ટ્રેન દ્વારા જતાં યાત્રિકોને પોતાની યાત્રા સ્થગિત કરવી પડી છે.

આ પરિસ્થિતિને કારણે હવાઈ યાત્રા વધુ મોંઘી થઈ ગઈ છે. શ્રીનગરથી રિયાસી થઈને કાઝિગુન્ડ જતો મુઘલ રોડ અન્ય એક વિકલ્પ છે પરંતુ આ રોડ હજુ ખુલ્લો કરવામાં આવ્યો નથી. એક અઠવાડિયા સુધી આ સ્થિતી રહેવાની શક્યતા છે.

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++