+

કેનેડામાં વધુ એક ગુજરાતીનું મોત, 9 મહિના પહેલા જ દહેગામનો મિત ગયો હતો અભ્યાસ કરવા

દહેગામઃ વિદેશમાં વધુ એક ગુજરાતી વિદ્યાર્થીનાં મોતના સમાચાર સામે આવ્યાં છે, દહેગામના શિયાવાડાનો મિત પટેલ 9 મહિના પહેલા કેનેડામાં અભ્યાસ માટે ગયો હતો અને અકસ્માતમાં તેનું મોત થઇ ગયું છે. મિત બ્રેટમન

દહેગામઃ વિદેશમાં વધુ એક ગુજરાતી વિદ્યાર્થીનાં મોતના સમાચાર સામે આવ્યાં છે, દહેગામના શિયાવાડાનો મિત પટેલ 9 મહિના પહેલા કેનેડામાં અભ્યાસ માટે ગયો હતો અને અકસ્માતમાં તેનું મોત થઇ ગયું છે.

મિત બ્રેટમન સિટીમાં રહેતો હતો અને અભ્યાસની સાથે વોલમાર્ટમાં નોકરી કરતો હતો. મિત ઘરેથી વોલમાર્ટમાં નોકરી પર જવા નીકળ્યો હતો ત્યારે રોડ ક્રોસ કરતી વખતે ટ્રકે તેને ટક્કર મારી હતી અને તેનું મોત થઇ ગયું હતુ.

મિત તેના માતા-પિતાનો એકનો એક દિકરો હતો, ગામમાં તેના મોતના સમાચાર આવતા જ તેના પરિવારમાં અને સંબંધીઓમાં માતમ છવાઇ ગયો છે, હજુ તો 9 મહિના પહેલા જ દિકરો પરિવારથી છૂટો પડ્યો હતો અને તેનું વિદેશમાં મોત થઇ ગયું છે. છેલ્લા થોડા જ સમયમાં વિદેશમાં અનેક ભારતીય વિદ્યાર્થીઓના મોતના સમાચાર આવ્યાં છે.

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

ગુજરાતના લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

Trending :
facebook twitter