ગુજરાતમાં 37 IPS અધિકારીઓની બદલી અને પ્રમોશન, નિર્લિપ્ત રાય બન્યાં રાજકોટના રેન્જ IG

09:20 AM Mar 06, 2026 | gujaratpost

ગાંધીનગરઃ રાજ્યમાં 37 IPS અધિકારીઓની બદલી અને પ્રમોશનનો આદેશ આપવામાં આવ્યો છે. ઘણા અધિકારીઓની પોસ્ટને ઉચ્ચ હોદ્દા પરથી નીચેના હોદ્દામાં અથવા તો અપગ્રેડ કરવામાં આવ્યાં છે. આ આદેશ જાહેર હિતમાં તાત્કાલિક અસરથી લાગુ કરવામાં આવ્યો છે.

નિર્લિપ્ત રાય (IPS: 2010) ની સ્ટેટ મોનિટરિંગ સેલ, ગાંધીનગરથી બદલી કરીને રાજકોટ રેન્જના ડેપ્યુટી ઇન્સ્પેક્ટર જનરલ ઓફ પોલીસ (DIGP) તરીકે નિમણૂંક કરવામાં આવી છે. આ નિમણૂંક અશોક કુમારની બદલીથી ખાલી પડેલી જગ્યા પર કરાઇ છે, છેલ્લા ઘણ સમયથી રાજકોટમાં ગોંડલ સહિતના વિસ્તારોમાં ગુનાખોરી વધી ગઇ છે, જેને ધ્યાનમાં રાખીને આ નિમણૂંક કરાઇ છે.

શમશેર સિંઘ (1991): ડાયરેક્ટર, સિવિલ ડિફેન્સ અને કમાન્ડન્ટ જનરલ, હોમ ગાર્ડ્સ (અમદાવાદ) તરીકે નિમણૂંક

વાબાંગ જામીર (1999): તેમને સુરતથી બદલી કરી હાલ વેઇટિંગ ફોર પોસ્ટિંગ (નવી નિમણૂંક સુધી રાહ જોવાની સૂચના)માં રાખવામાં આવ્યાં છે

અશોક કુમાર (2003): આઈ.જી.પી. (રાજકોટ રેન્જ) થી બદલી કરી આઈ.જી.પી., CID (ઇન્ટેલિજન્સ), ગાંધીનગર બનાવવામાં આવ્યાં છે.

રાઘવેન્દ્ર વત્સ (2005): જે.સી.પી. (ક્રાઈમ, સુરત) થી બદલી કરી આઈ.જી.પી., અમદાવાદ રેન્જ તરીકે નિમણૂંક કરાઇ છે.

મકરંદ ચૌહાણ (2007): તેમને આઈ.જી.પી. ગ્રેડમાં પ્રમોશન આપી ડી.આઈ.જી.પી. (લો એન્ડ ઓર્ડર), ગાંધીનગર તરીકે નિમણૂંક અપાઈ

નીલેશ જાજડીયાની વડોદરા શહેર JCP (જોઇન્ટ કમિશનર ઓફ પોલીસ) તરીકે ટ્રાન્સફર કરાઇ છે.

દીપક મેઘાણીની ACB અમદાવાદમાં જોઇન્ટ ડિરેક્ટર તરીકે ટ્રાન્સફર.

મહેન્દ્ર બગરિયાનું સુરત શહેર સેક્ટર-2 એડિશનલ CP તરીકે ટ્રાન્સફર.

હિતેશકુમાર જોયસરની ગાંધીનગર DIG ઇન્ટેલિજન્સ-1 તરીકે નિમણૂક.

ડૉ.તરુણ દુગ્ગલની અમદાવાદ એડિશનલ કમિશનર ઓફ પોલીસ તરીકે નિમણૂંક.

ચૈતન્ય માંડલિકની રાજકોટ શહેર એડિશનલ CP તરીકે નિમણૂક.

 બિપિન આહિરેને IG સાયબર સેન્ટર ઓફ એક્સલન્સમા મુકાયા

પી.એલ. મલની ACBમાં એડિશનલ ડાયરેક્ટર તરીકે બદલી

નરેન્દ્ર ચૌધરીની સ્ટેટ IBમાં બદલી

એ.જી.ચૌહાણની JCP ટ્રાફિક અમદાવાદમાં બદલી

આર. વી અસારી ભાવનગર રેન્જ IG બન્યાં

કે.એન.ડામોરની CID ક્રાઇમમાં બદલીં

વિધિ ચૌધરી DIGP ગોધરા રેન્જ

વિશાલ વાઘેલા DIGP સ્ટેટ મોનીટરીંગ સેલ

લીના પાટીલની પ્રિન્સીપાલ કરાઈ તાલીમ શાળામાં બદલી 

સરોજ કુમારી DIG જેલ વડોદરા

રાજેન્દ્રસિંહ ચુડાસમા DIGP જૂનાગઢ

આર પી બારોટ DIGP જેલ અમદાવાદ

જી.એ.પંડ્યા DIGP જેલ રાજકોટ

આર ટી શુશ્રાની સ્પેશિયલ બ્રાન્ચ અમદાવાદમાં બદલી

સુધા પાંડે DIGP હથિયારી એકમ વડોદરા

સુજાતા મજમુદાર DIGP હથિયારી એકમ ગાંધીનગર

સુધીર દેસાઈ એડિશનલ કમિશનર વડોદરા શહેર

બલરામ મીણાની સ્પેશિયલ કમિશનર સુરતમાં બદલી

કરણરાજ વાઘેલા ને JCP ક્રાઈમ સુરતમાં પોસ્ટિંગ

એસ વી પરમાર જેસીપી ટ્રાફિક સુરત

એ એમ મુનિયા DIGP કોસ્ટલ સિક્યુરિટી

મયુર પાટીલ DCP ઝોન 8 અમદાવાદ