+

ગુજરાત કોંગ્રેસની લડત રંગ લાવી, ગુજરાત સરકારે મેડિકલની ફીમાં કરેલો વધારો પાછો ખેંચવો પડ્યો

ગાંધીનગરઃ GMERS મેડિકલ કોલેજની ફી ને લઇને નવું અપડેટ સામે આવ્યું છે, છેલ્લા ઘણા દિવસોથી કોંગ્રેસે વિદ્યાર્થીઓના હીતમાં આ મુદ્દો ઉઠાવ્યો હતો, હવે રાજ્ય સરકારે ફીમાં ઘટાડો કરવાનો નિર્ણય કરવો પડ્યો છે. ફ

ગાંધીનગરઃ GMERS મેડિકલ કોલેજની ફી ને લઇને નવું અપડેટ સામે આવ્યું છે, છેલ્લા ઘણા દિવસોથી કોંગ્રેસે વિદ્યાર્થીઓના હીતમાં આ મુદ્દો ઉઠાવ્યો હતો, હવે રાજ્ય સરકારે ફીમાં ઘટાડો કરવાનો નિર્ણય કરવો પડ્યો છે. ફી વધારા મામલે કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા મનિષ દોષીએ અનેક વખત રાજ્ય સરકાર સામે કેટલાક આંકડા મુક્યાં હતા અને લડત શરુ કરી હતી. હવે આ મામલે આરોગ્ય મંત્રી રુષિકેશ પટેલે જણાવ્યું છે કે વિદ્યાર્થીઓના હીતમાં ફીમાં ઘટાડો કરવામાં આવ્યો છે.

કેબિનેટ બેઠકમાં આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. આરોગ્ય મંત્રી રૂષિકેશ પટેલે એક ટ્વીટમાં જણાવ્યું કે GMERS મેડિકલ કોલેજના ફીમાં ઘટાડો કરાયો છે. સરકારી ક્વોટામાં રૂપિયા 3.75 લાખ અને મેનેજમેન્ટ ક્વોટામાં રૂપિયા 12 લાખ ફી નક્કિ કરવામાં આવી છે.

ગુજરાત મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ સોસાયટીની ફીમાં લાખો રૂપિયાનો વધારો કરવામાં આવતા વિદ્યાર્થીઓ અને વાલીઓની મુશ્કેલી વધી ગઇ હતી, કોંગ્રેસે પણ આ મામલે ભૂપેન્દ્ર પટેલની સરકાર સામે લડત આપી હતી અને ફી વધારો પાછો ખેંચવા માંગ કરી હતી.

નોંધનિય છે કે ગુજરાત સરકારે GMERS સંચાલિત 13 મેડિકલ કોલેજોમાં MBBSની ફીમાં મોટો વધારો કર્યો હતો. સરકારી ક્વોટા, મેનેજમેન્ટ ક્વોટા અને એનઆરઆઇ ક્વોટાની ફીમાં આ વધારો કરાતા તેનો વિરોધ શરૂ થઇ ગયો હતો. જે મેડિકલ કોર્સની ફી 3.30 લાખ રૂપિયા હતી તે 5.50 લાખ રૂપિયા કરી દેવાઇ હતી, મેનેજમેન્ટ ક્વોટાની ફી 9.75 લાખથી વધારીને 17 લાખ રૂપિયા કરાઇ હતી, જો કે હવે તેમાં ઘટાડો કરી દેવામાં આવતા વાલીઓ અને વિદ્યાર્થીઓને રાહત મળી છે.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526

 

facebook twitter