+

રાજ્યમાં IAS અધિકારીઓની કરાઇ બદલી, ધનંજય દ્રિવેદીને આરોગ્ય વિભાગના અગ્ર સચિવની જવાબદારી

આઇએએસ અધિકારીઓની બદલી આલોક કુમાર પાંડેને વધારાનો ચાર્જ સોંપાયો ગાંધીનગરઃ ભૂપેન્દ્ર પટેલની સરકારે આઇએએસ અધિકારીઓની બદલી કરી છે, જેમાં નિવૃત થયેલા મનોજ અગ્રવાલની જગ્યાએ ધનંજય દ્રિવેદીને નવા આરોગ્ય

આઇએએસ અધિકારીઓની બદલી

આલોક કુમાર પાંડેને વધારાનો ચાર્જ સોંપાયો

ગાંધીનગરઃ ભૂપેન્દ્ર પટેલની સરકારે આઇએએસ અધિકારીઓની બદલી કરી છે, જેમાં નિવૃત થયેલા મનોજ અગ્રવાલની જગ્યાએ ધનંજય દ્રિવેદીને નવા આરોગ્ય વિભાગના અગ્ર સચિવ બનાવાયા છે. યુવા અને સાંસ્કૃતિક વિભાગના કમિશનર હર્ષદ પટેલને  મેડિકલ સર્વિસીસ અને મેડિકલ એજ્યુકેશનના કમિશનર તરીકે બદલી કરાઇ છે. રાહત કમિશનર આલોક કુમાર પાંડેને વધારાનો ચાર્જ સોંપવામાં આવ્યો છે, તેમને યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિના કમિશનર તરીકેનો વધારાનો ચાર્જ સોંપાયો છે. શાહમીના હુસૈનને નર્મદા-પાણી પુરવઠા વિભાગના અગ્ર સચિવ તરીકે મુકાયા છે.

નોંધનિય છે કે આગામી સમયમાં પણ રાજ્યમાં અનેક આઇએએસ અધિકારીઓની બદલીઓની શક્યતા છે. હાલમાં જ સરકારે મામલતદાર કક્ષાના અધિકારીઓની બદલીઓ કરી હતી.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

Trending :
facebook twitter