પરિપત્ર વાંચવા માટે ઉપરની Pdf ફાઇલ ડાઉનલોડ કરો
અંદાજે 61 હજાર જેટલા ફિક્સ પે કર્મચારીઓને ફાયદો
30 ટકાનો પગાર વધારો કરવાનો કેબિનેટમાં નિર્ણય
સરકારી તિજોરી પર અંદાજે 550 કરોડ રૂપિયાનો બોજ
ગાંધીનગરઃ દિવાળીના તહેવાર પહેલા જ ગુજરાતની ભૂપેન્દ્ર પટેલ સરકાર મોટી જાહેરાત કરી છે, રાજ્ય સરકારના દરેક વિભાગમાં કામ કરતા હજારો ફિક્સ પે કર્મચારીઓનો પગાર વધારો થશે.છેલ્લા ઘણા સમયથી કર્મચારીઓની પગાર વધારાની માંગ હતી અને હવે તેને આખરી ઓપ અપાઇ ગયો છે અને કેબિનેટની બેઠકમાં 30 ટકા પગાર વધારાનો નિર્ણય લેવામાં આવ્યો છે. મંત્રી અને સરકારના પ્રવક્તા રૂષિકેશ પટેલે આ માહિતી આપી છે.
1 ઓક્ટોબર 2023 થી પગાર વધારનો અમલ
- વર્ગ-3ના 4400 ગ્રેડ પે ધરાવતા કર્મચારીઓનો ફિક્સ પગાર રૂ.38,090 થી વધીને રૂ. 49,600 થશે
- વર્ગ-3 ના 4200 અને 2800 ગ્રેડ પે ધરાવતા કર્મચારીઓનો માસિક ફિક્સ પગાર રૂ.31,340 થી વધીને રૂ.40,800 થશે
- વર્ગ-3 ના 2400, 2000, 1900, 1800 ગ્રેડ પે ધરાવતા કર્મચારીઓનો ફિક્સ પગાર રૂ.19,950 થી વધીને રૂ. 26,000 થશે
- વર્ગ-4 ના 1650, 1400, 1300 ગ્રેડ પે ધરાવતા કર્મચારીઓનો માસિક ફિક્સ પગાર રૂ.16,224 થી વધીને રૂ. 21,100 થશે.
હજારો કર્મચારીઓ છેલ્લા ઘણા સમયથી ભાજપ સરકાર સામે આંદોલન કરી રહ્યાં હતા અને હવે તેમની માંગ સ્વીકારવામાં આવી છે. અંદાજે 30 ટકાનો પગાર વધારો કરવામાં આવ્યો છે, ત્યારે ફિક્સ પેના હજારો કર્મચારીઓમાં અત્યારથી જ દિવાળીનો માહોલ છવાઇ ગયો છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website
પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો