+

ભાજપના નેતાઓના આવા સંસ્કાર ! પૂર્વ મંત્રી રમણલાલ વોરા ફરી વિવાદમાં, નશાબંધી મંડળના પ્રમુખને આપી ગંદી ગાળો

ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાના પૂર્વ સ્પીકર અને પૂર્વ મંત્રી રમણલાલ વોરા ફરી વિવાદમાં આવ્યાં છે, અગાઉ નકલી ખેડૂત મુદ્દે તેમની સામે અનેક આક્ષેપો થયા હતા, ભાજપના જ કાર્યકર સાથે તેમને ઝઘડો કર્યો હતો અને હવે

ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાના પૂર્વ સ્પીકર અને પૂર્વ મંત્રી રમણલાલ વોરા ફરી વિવાદમાં આવ્યાં છે, અગાઉ નકલી ખેડૂત મુદ્દે તેમની સામે અનેક આક્ષેપો થયા હતા, ભાજપના જ કાર્યકર સાથે તેમને ઝઘડો કર્યો હતો અને હવે ફરીથી કોઇને ગાળો આપી છે.

રમણલાલ વોરાએ પોતાના ભત્રીજા જમાઈ લલિત પરમારને મળેલી નોટિસના પગલે પિત્તો ગુમાવી દીધો હતો અને ગુજરાત નશાબંધી મંડળના પ્રમુખ વિવેક દેસાઈ સાથે ગાળાગાળી કરી હતી. તેમને કહ્યું કે હું જ સરકાર છું અને સરકાર કોર્ટમાં જતી નથી, તેમને દેસાઈને ધમકી આપી કે, 'હું નશાબંધી મંડળની ગ્રાન્ટ પણ બંધ કરાવી દઈશ.'

રમણલાલ વોરાના ભત્રીજા જમાઈ લલિત પરમાર ગુજરાત નશાબંધી મંડળમાં કામ કરે છે. લલિત પરમાર ગમે તે કારણોસર છેલ્લા એક મહિનાથી નોકરી પર નહીં આવતા હોવાથી નશાબંધી મંડળે લલિત પરમારને ક્યાં કારણોસર નોકરી પર નથી આવતા એ અંગે સત્તાવાર નોટિસ પાઠવીને ખુલાસો મંગાયો હતો. લલિત પરમાર નશાબંધી મંડળના કર્મચારી હોવાથી તેમણે આ નોટિસનો જવાબ આપવાની જરૂર હતી. પરંતુ તેના બદલે તેમણે પોતાન કાકા સસરા રમણલાલ વોરાને ફરિયાદ કરી અને આ લોકોએ દાદાગીરી કરવાનો પ્રયાસ કર્યો છે.

ત્યારે નેતાજીની આ હરકતથી ભાજપને શરમમાં મુકાવવું પડે તેવી સ્થિતી ઉભી થઇ છે, અગાઉ પણ આ નેતાજી કોઇને કોઇ કારણસર વિવાદમા આવી ચુક્યાં છે.

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++

facebook twitter