ગુજરાત બોર્ડનું ધોરણ- 10નું 83.08 ટકા પરિણામ, ગત વર્ષ કરતાં વધુ - Gujarat Post

10:38 AM May 08, 2025 | gujaratpost

  • અંગ્રેજી માધ્યમનું સૌથી વધુ પરિણામ
  • વિદ્યાર્થિનીઓએ પરિણામમાં ફરી બાજી મારી

ગાંધીનગરઃ માર્ચ 2025માં લેવામાં આવેલી ગુજરાત બોર્ડની ધોરણ 10 ની પરીક્ષાનું પરિણામ જાહેર થયું છે. આ વર્ષે બોર્ડનું 83.08 ટકા પરિણામ જાહેર થયું હતું. જે ગત વર્ષ કરતા 0.52 ટકા વધુ પરિણામ છે. ગત વર્ષે ધોરણ 10નું 82.56 ટકા પરિણામ આવ્યું હતું.

ધોરણ 10ની બોર્ડની પરીક્ષમાં કુલ 746892 વિદ્યાર્થીઓ સામેલ હતા. જેમાં આ વખતે 83.08 ટકા પરિણામ આવ્યું છે. મહેસાણાના કાંસા કેન્દ્ર અને ભાવનગરના ભોળાદ કેન્દ્રનું એક સરખું સૌથી વધુ 99.11 ટકા પરિણામ આવ્યું હતું. જ્યારે ખેડા જિલ્લાના અંબાવ કેન્દ્રનું સૌથી ઓછું 29.56 ટકા પરિણામ આવ્યું હતું. જો કે સૌથી વધુ પરિણામ ધરાવતો જિલ્લો બનાસકાંઠા 89.29 ટકા, તો સૌથી ઓછું પરિણામ ધરાવતો જિલ્લો ખેડા 72.55 ટકા રહ્યું હતું. 1574 શાળાઓનું પરિણામ 100 ટકા આવ્યું હતું. જ્યારે 30 ટકાથી ઓછું પરિણામ ધરાવતી શાળાઓ 45 જેટલી હતી. 

27 ફેબ્રુઆરીથી રાજ્યમાં ધોરણ 10ની બોર્ડ પરીક્ષા યોજાઈ હતી, જેમાં  8.92 લાખથી વધુ વિદ્યાર્થીઓએ ઉપસ્થિત રહ્યાં હતા.

Trending :

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++