લોકસભા ચૂંટણી પહેલા AAP-કોંગ્રેસના નેતાઓ ભાજપમાં જોડાયા, પાટીલ અને સીએમ ભૂપેન્દ્ર પટેલે સૌનું કર્યું સ્વાગત

11:11 AM Jan 17, 2024 | gujaratpost

ગાંધીનગરઃ લોકસભા ચૂંટણી (Lok Sabha Election)પહેલા ગુજરાત ભાજપ (Gujarat BJP) દ્વારા ભરતી મેળો ફરી શરૂ કરાયો છે. કોંગ્રેસ (Congress) અને આમ આદમી (AAP) પાર્ટીમાંથી ચૂંટણી લડી ચૂકેલા નેતાઓ સહિત 2000થી વધુ કાર્યકરોને ભાજપમાં જોડાયા છે. કમલમ ખાતે ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ અને સીએમ ભૂપેન્દ્ર પટેલે સૌનું સ્વાગત કર્યું હતું.

ભાજપમાં આવેલા કાર્યકરોમાં કોંગ્રેસ અને AAP સાથે સંકળાયેલા 12 જિલ્લા પંચાયતના ચૂંટાયેલા સભ્યો, 12 કોર્પોરેટરો, પ્રદેશ આગેવાનો, 3 APMC પ્રમુખો, 50 સહકારી આગેવાનો અને તાલુકા પંચાયત સાથે સંકળાયેલા 45 જિલ્લા કક્ષાના આગેવાનો છે.

40 બસો દ્વારા 2100 કાર્યકરો આવ્યાં

ભાજપના નેતા ભરત બોધરાએ જણાવ્યું કે રાજકોટ, વડોદરા, અરવલ્લી, સાબરકાંઠાના 2100 જેટલા કાર્યકરો પીએમ નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં વિશ્વાસ સાથે ભાજપમાં જોડાયા છે. તેઓ પોતે 40થી વધુ બસો લઈને ગાંધીનગરના કમલમ પહોંચ્યાં હતા અને ભાજપમાં જોડાયા હતા, કોંગ્રેસ અને AAPની ડૂબતી નાવ અને પાર્ટીમાં નેતૃત્વનો અભાવ જોઈને તેમને પાર્ટી છોડવાની ફરજ પડી હતી.

ભાજપ સરકાર પરિણામો સાથે કામ કરે છે

ભરત બોધરાએ કહ્યું કે ભાજપની સરકાર છે અને અમે અમારા વચનો પૂરા કરવાની દિશામાં કામ કરી રહ્યાં છીએ. રામ મંદિરનું નિર્માણ હોય કે કલમ 370, ભાજપ સરકારે તમામ સ્તરે પરિણામો સાથે કામ કર્યું છે. રામ મંદિરના નિર્માણને કારણે સમગ્ર દેશમાં સનાતનની લહેર ઉભી થઈ છે. દરેક વ્યક્તિ તે લહેરમાં જોડાવા માંગે છે.

ઘણા છોડી રહ્યાં છે, ઘણા કોંગ્રેસમાં આવી રહ્યા છે !

કોંગ્રેસના નેતાઓ પક્ષ છોડીને ભાજપમાં જોડાવા અંગે ગુજરાત કોંગ્રેસના અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, ભાજપ માટે માત્ર ડરાવવાનું અને ધમકાવવાનું જ કામ બાકી છે. અમારી પાસે કોઈને ડરાવવા કે ધમકાવવા માટે કોઈ એજન્સી નથી,જેઓ છોડી રહ્યાં છે તે સિવાય પણ ઘણા લોકો કોંગ્રેસમાં જોડાઈ રહ્યાં છે. જેઓ ગયા છે તેઓ ઘણી વખત ફોન કરે છે અને રડે છે. સેવા અને ધ્યાનના આ યજ્ઞમાં જે કોઈ અમારી સાથે જોડાવા ઈચ્છે છે તેમનું સ્વાગત છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post