અનેક શિક્ષકો અને ઉચ્ચ અધિકારીઓનાં પૈસા ફસાયા
ઇડી (એન્ફોર્સમેન્ટ ડિરેકટોરેટ) જેવી એજન્સી તપાસ કરે તે જરૂરી, શું ભાજપના કાર્યકર્તા સામે ભાજપ સરકાર ઉંડી તપાસ કરાવશે ?
લોકસભા ચૂંટણીમાં પણ આ કૌભાંડીએ અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી
પૉન્ઝી સ્કીમથી કરોડો રૂપિયા ભેગા કરનારો ભૂપેન્દ્રસિંહ ઝાલા ફરાર
હિંમતનગરઃ ગુજરાતનું સૌથી મોટું એક કા દો કૌભાંડ હવે સામે આવી ગયું છે, ઉંચા વ્યાજની લાલચ આપીને અંદાજે 5000 કરોડ રૂપિયાનું કૌભાંડ કરી નાખવામાં આવ્યું છે, આ કેસમાં ઉત્તર ગુજરાતમાં બીઝેડ ગ્રુપના અનેક સ્થળો પર દરોડા કરવામાં આવ્યાં છે.
રોકાણકારોને ઉંચા વળતરની લાલચ આપીને કંપનીના સીઇઓ ભૂપન્દ્રસિંહ ઝાલાએ કરોડો રૂપિયા ઘર ભેગા કરી લીધા છે, અગાઉ બિટકોઇન અને અન્ય ડિઝિટલ કરન્સીમાં રોકાણ કરવાની વાત પણ સામે આવી હતી. આ કંપનીના એજન્ટોને ત્યાં પર રેડ કરાઇ છે. તપાસમાં સામે આવ્યું છે કે બેંકો કરતા અનેકગણું વળતર આપવાની લાલચ આપીને કરોડો રૂપિયાનું કૌભાંડ કરી નાખ્યું છે.
- ભૂપેન્દ્રસિંહ પાસે અંદાજે 22 લક્ઝુરીયર્સ કાર છે જે મરતિયાઓના નામે છે તો તેમના આઇટી રિટર્ન ચેક કરવા જોઇએ
- મંત્રી ભીખુસિંહ પરમાર, પૂર્વ મંત્રી રમણલાલ વોરા સહિતના નેતાઓના ભૂપેન્દ્રસિંહ સાથે ફોટો પણ છે
- ગત લોકસભા ચૂંટણીમાં ભાજપના દબાણને કારણે ઉમેદવારી પાછી ખેંચી હતી, અંદાજે 1000 ગાડીઓ સાથે ઉમેદવારી નોંધાવી હતી
સીઆઇડી ક્રાઇમ દ્વારા ગાંધીનગર, હિંમતનગર, રણાસણ, મોડાસા, ગાંધીનગર, માલપુર, વડોદરા સહિતના ઠેકાણાંઓ પર દરોડા કરવામાં આવ્યાં છે. અંદાજે 50 પોલીસકર્મીઓ 7 જેટલી જગ્યાએ દરોડામાં જોડાયા છે. બીઝેડ ફાઇનાન્સ કંપનીમાંથી કોમ્પ્યુટર સહિત અને દસ્તાવેજો જપ્ત કરવામાં આવ્યાં છે, ગાંધીનગરના ઉચ્ચ અધિકારીઓએ પણ આ કંપનીમાં રોકાણ કર્યું હોવાની ચર્ચાઓ છે.
CID ક્રાઇમે આપી આ જાણકરી
સીઆઇડી ક્રાઇમના એડીજીપી રાજકુમાર પાંડિયને પ્રેસ કોન્ફરન્સ કરીને માહિતી આપી છે કે તેને બીઝેડ ગ્રુપના ભૂપેન્દ્રસિંહ ઝાલા સામે ગુનો દાખલ કર્યો છે, છેલ્લા એક મહિનાથી આ લોકોના ઠેકાંણાંઓ પર વોચ રાખવામાં આવી રહી હતી, અત્યાર સુધીમાં 175 કરોડ રૂપિયાના ટ્રાન્જેક્શન મળી આવ્યાં છે. BZ GROUP અને BZ ફાયનાન્સિયલ સર્વિસ દ્વારા લોભામણી સ્કીમો આપીને ખાસ કરીને શિક્ષકો અને નિવૃત્ત સરકારી કર્મચારીઓને ટાર્ગેટ કરવામાં આવતા હતા. CIDની ટીમે રેડ દરમિયાન 16.37 લાખ રૂપિયા રોકડા, એગ્રીમેન્ટ અને એજન્ટોના નામોની યાદી મળી છે. સાથે જ સામે આવ્યું છે કે એજન્ટોને 25 ટકા સુધીનું કમિશન પણ આપવામાં આવતું હતુ. આરોપીએ થોડા સમય પહેલા જ હિંમતનગરમાં ગ્રોમોર કોલેજ અંદાજે 100 કરોડ રૂપિયામાં ખરીદી હતી.
ભૂપેન્દ્રસિંહ ઝાલાએ ગત લોકસભા ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવી હતી અને ભાજપના દબાણ બાદ પાછી ખેંચવી પડી હતી, ઝાલાના સીએમ ભૂપેન્દ્ર પટેલ અને ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ સાથેના ફોટો પણ સામે આવ્યાં છે, આ કેસ મની લોન્ડરિંગનો હોવાથી ઇડી દ્વારા તપાસ કરાવવી જરૂરી છે, અહીં કરોડો રૂપિયાની હેરાફેરી થઇ છે, ત્યારે ભાજપનો ખેસ પહેંરીને કરોડો રૂપિયાનું કૌભાંડ કરનારી ગેંગ પર કડક કાર્યવાહી થશે કે નહીં તે જોવું રહ્યું.
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++