ગાંધીનગરઃ રાજ્યમાં કેટલાક અધિકારીઓ અને કર્મચારીઓ જાણે બેફામ બન્યાં હોય તેમ કોઇને પણ છોડતા નથી, ગુજરાતમાં ડે.કલેક્ટર કક્ષાના અધિકારીએ લાંચ લીધી હોય તેવો કિસ્સો સામે આવ્યો છે.હવે ભ્રષ્ટાચારને લઇને સૌથી વધુ ચર્ચામાં રહેતા જીએસટી વિભાગના કર્મચારી લાંચ લેતા ઝડપાયા છે, સુરેન્દ્રસિંહ હરિસિંહ પુરોહીત, રાજ્ય વેરા અધિકારી, વર્ગ-2, સહાયક રાજ્ય વેરા કમિશનરની કચેરી, ઘટક-24, ત્રીજો માળ, બ્લોક નંબર-20, જુના સચિવાલયને લાંચ લેતા ઝડપી લેવાયા છે.
આ કર્મચારીએ સહાયક રાજ્ય વેરા કમિશનરની કચેરી, ગાંધીનગરમાં જ 10 હજાર રૂપિયાની લાંચ લીધી હતી અને તેઓને એસીબીએ ઝડપી લીધા હતા. ફરીયાદીના ધંધાના જી.એસ.ટી. નંબરમાં ઓફીસનુ સરનામું બદલવાના અને ધંધામાં એચ.એસ.એન.કોડ અને ધંધાનો હેતુ બદલવા તથા મેમો નહીં આપવા 50 હજાર રૂપિયાની લાંચની માંગણી કરાઇ હતી. અંતે 15 હજાર રૂપિયામાં બધુ નક્કિ થયું હતુ. જેમાં 5 હજાર રૂપિયા પહેલા લઇ લીધા હતા.
ફરિયાદી લાંચ આપવા માંગતા ન હોવાથી તેમને એસીબીનો સંપર્ક કર્યો હતો અને આરોપી લાંચ લેતા ઝડપાઇ ગયા હતા, એસીબીએ ટ્રેપ કરતા જ આ બાબુનું મોઢું પડી ગયું હતુ, કદાચ વિચારતા હશે કે આ ભ્રષ્ટાચારના રૂપિયા ન લીધા હોત તો સારૂં, ત્યારે તમારી પાસે પણ કોઇ બાબુ લાંચ માંગે છે તો તમે પણ એસીબીમાં ફરિયાદ કરી શકો છો.
ટ્રેપીંગ અધિકારીઃ એચ.બી.ચાવડા
ફીલ્ડ પોલીસ ઇન્સ્પેક્ટર
ગાંધીનગર એ.સી.બી. એકમ
સુપર વિઝન અધિકારીઃ એ.કે.પરમાર
મદદનીશ નિયામક, ગાંધીનગર એ.સી.બી. એકમ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++