8 માં પગાર પંચની રચનાને મોદી સરકારની મંજૂરી, સરકારી કર્મચારીઓએ આ વાત જાણવી જરૂરી

09:18 PM Oct 28, 2025 | gujaratpost

પંચની અધ્યક્ષતા સુપ્રીમ કોર્ટના પૂર્વ ન્યાયાધીશ જસ્ટિસ રંજના પ્રકાશ દેસાઈ કરશે

જસ્ટિસ દેસાઈની નિયુક્તિની સાથે જ પગાર પંચે પોતાની કામગીરી શરૂ કરી 

8મું પગાર પંચ 18 મહિનામાં તેની ભલામણો રજૂ કરશે, જેનો અમલ 1 જાન્યુઆરી, 2026થી થવાની શક્યતા છે 

અગાઉ 7મું પગાર પંચ લાગુ કરવામાં આવ્યું હતું. હવે 8મા પગાર પંચથી કર્મચારીઓના બેઝિક પગાર, ભથ્થાં (એલાઉન્સ) અને પેન્શનમાં મોટો વધારો થશે

નવી દિલ્હીઃ જેની આતુરતાથી રાહ જોવાતી હતી તે 8 માં પગારપંચી રચનાને મોદી સરકારે મંજૂરી આપી દીધી છે. જેમાં અંદાજે 1 કરોડથી વધુ  કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનર્સને તેનો ફાયદો થશે. 50 લાખ કર્મચારીઓ અને 69 લાખ પેન્શનર્સને તેનો ફાયદો થવા જઇ રહ્યો છે.

માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવના જણાવ્યાં મુજબ આઠમું પગાર પંચ લાગુ કરવામાં વિલંબ થઈ શકે છે, જો કે તેનો અમલ 1 જાન્યુઆરી, 2026થી જ ગણાશે. જો તેમાં વિલંબ થશે તો કર્મચારીઓનું એરિયર 1 જાન્યુઆરી, 2026થી જ ગણવામાં આવશે.

આવી રીતે થશે પગારની ગણતરી 

નવા માળખા હેઠળ કેન્દ્ર સરકારના કર્મચારીનો મૂળ પગાર 18,000 રૂપિયાથી વધીને 44,000 રૂપિયા થઈ જશે, જે દર મહિને 26,000 રૂપિયાનો વધારો છે. જો 6 મહિનાનો વિલંબ થાય છે, તો બાકી રકમની ગણતરી કરીને પગાર ચૂકવાશે.

કર્મચારીઓને એક સાથે 1.56 લાખ રૂપિયા ચૂકવવામાં આવશે. જો કે, વાસ્તવિક રકમ કર્મચારીના પગાર સ્તર અને લાગુ ફિટમેન્ટ પરિબળ પર આધારિત રહેશે.

કર્મચારીઓને આ લાભો થશે અને ફિટમેન્ટ ફેક્ટર

8 મા પગાર પંચ દ્વારા લઘુત્તમ મૂળ પગાર 18,000 રૂપિયાથી વધારીને 44,000 રૂપિયા થઈ શકે છે. ફિટમેન્ટ ફેક્ટર 2.46નો અંદાજ છે. તેનો અર્થ એ છે કે, નવો પગાર વર્તમાન મૂળ પગાર કરતા લગભગ અઢી ગણો હશે, કમિશન 1 જાન્યુઆરી 2026ના રોજ લાગુ થવાની અપેક્ષા હોવાથી કેન્દ્રીય કર્મચારીઓ નોંધપાત્ર પગાર વધારાની અપેક્ષા રાખી શકે છે,કેન્દ્ર સરકારના કર્મચારીઓ બાદ હવે રાજ્ય સરકારના કર્મચારીઓને પણ મોટો લાભ મળશે.

પગારમાં ધરખમ વધારો થશે 

પગાર વધારા ફોર્મ્યૂલા - નવો બેઝિક પગાર = જૂનો બેઝિક પગાર × ફિટમેન્ટ ફેક્ટર (7મા પગાર પંચમાં ફિટમેન્ટ ફેક્ટર 2.57 હતું.) ઉદાહરણ તરીકે, જો કોઈ કર્મચારીનો જૂનો બેઝિક પગાર 10,000 રૂપિયા હતો, તો 7મા પગાર પંચ હેઠળ પગાર 10,000 × 2.57 = 25,700 રૂપિયા થયો હતો. હવે જો 8મા પગાર પંચમાં ફિટમેન્ટ ફેક્ટર 2.86 નક્કી કરવામાં આવે, તો પગારમાં મોટો વધારો થશે.

- કર્મચારીઓને HRA, DA, મુસાફરી ભથ્થું મળશે 

- 10,000 રૂપિયા બેઝિક પગાર ધરાવતા કર્મચારીઓનો બેઝિક પગાર 8મા પગાર પંચ હેઠળ વધીને 28,600 (10,000× 2.86= 28,600) રૂપિયા થઈ શકે છે. 

- 20,000 રૂપિયા બેઝિક પગાર ધરાવતા કર્મચારીઓનો પગાર વધીને 57,200 રૂપિયા થઇ શકે છે 

- 30,000 રૂપિયા બેઝિક પગાર ધરાવતા કર્મચારીઓનો પગાર વધીને 85,800 રૂપિયા થઇ શકે છે 

- 40,000 રૂપિયા બેઝિક પગાર ધરાવતા કર્મચારીઓનો બેઝિક પગાર વધીને 1,14,400 રૂપિયા થઈ શકે છે