+

હર હર મહાદેવ...આજે કેદારનાથ ધામના દ્વાર ખુલ્યા, દેવોની ભૂમિ જયઘોષથી ગુંજી ઉઠી

દેહરાદૂન: આજે કેદારનાથ ધામના દ્વાર પૂજા વિધી સાથે ભક્તો માટે ખોલવામાં આવ્યાં હતા. દરમિયાન મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યાં હતા. ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામી પણ મંદિરે પહોંચ્યાં છે. દરવાજ

દેહરાદૂન: આજે કેદારનાથ ધામના દ્વાર પૂજા વિધી સાથે ભક્તો માટે ખોલવામાં આવ્યાં હતા. દરમિયાન મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યાં હતા. ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામી પણ મંદિરે પહોંચ્યાં છે. દરવાજા ખોલવાના પ્રથમ દિવસે હજારો ભક્તો ધામમાં પહોંચી ગયા છે. ધામમાં યાત્રિકો માટે આસ્થાનો માર્ગ બનાવવામાં આવ્યો છે. આ સાથે જ ગંગોત્રી અને યમુનોત્રી ધામના દ્વાર પણ આજે શ્રદ્ધાળુઓ માટે ખોલવામાં આવશે.

હજારો ભક્તોની ભીડ બાબાના દર્શન માટે ઉમટી પડી છે,હવે મહિનાઓ સુધી મંદિરમાં લોકો દર્શન કરી શકશે, અહીં સુરક્ષાનો પણ સઘન બંદોબસ્ત કરવામાં આવ્યો છે. આગામી સમયમાં મોટી સંખ્યામાં ભક્તો કેદારનાથ ધામના દર્શને પહોંચશે.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526

 

 

Trending :
facebook twitter