ગાંધીનગરઃ ગિફ્ટસિટીમાં દારૂની છૂટની જાહેરાત બાદ આજે તેના નિયમો જાહેર કરી દેવામાં આવ્યાં છે. દારૂની છૂટ મળતા જ વિપક્ષ કોંગ્રેસ દ્વારા વિરોધ કરાઈ રહ્યો છે, બીજી તરફ ગિફ્ટ સિટીમાં દારૂની પરમિશનને લઈને એક ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે. જે મુજબ માત્ર અધિકૃત કામ કરતા કર્મચારીઓને જ દારૂની છૂટ અપાઈ છે. આ સિવાય કંપનીઓમાં મુલાકાતીઓને જ દારૂ પીવાની મંજૂરી છે. વિઝિટર પરમિટધારકો અને ટૂરિસ્ટ પરમિટધારકો ગિફ્ટસિટીમાં દારૂનું સેવન નહીં કરી શકે. બહારથી આવતા મુલાકાતીઓએ દારૂ માટે અધિકૃત અધિકારી પાસેથી મંજૂરી લેવાની રહેશે.
21 વર્ષથી ઓછી ઉંમરના લોકો અહીં દારૂનું સેવન કરી શકશે નહીં
દારૂ પીને વાહન ચલાવનારાઓ સામે થશે કાર્યવાહી
માત્ર ગિફ્ટ સીટીમાં ટહેલવા આવેલા લોકોને નહીં મળે દારૂ
ગિફટ સીટીમાં કામ કરતાં બધા કર્મચારીઓ અને માલિકોને લીકર એકસેસ પરમીટ આપવામાં આવશે. જેના દ્વારા તેઓ આવી વાઈન એન્ડ ડાઈન આપતી ગીફટ સીટીની હોટેલ્સ, રેસ્ટોરેન્ટસ અને ક્લબમાં લીકરનું સેવન કરી શકશે. આ સિવાય દરેક કંપની જેને ઓથોરાઇઝ કરશે, તેવા મુલાકાતીઓને પણ ટેમ્પરરી પરમીટથી જે તે કંપનીના કાયમી કર્મચારીની હાજરીમાં જ દારૂનું સેવન કરવાની જોગવાઇ કરાઇ છે. ગિફટ સીટીમાં આવેલા દરેક માલિકો પોતાને ત્યાં એફ.એલ.3 પરવાના મેળવી શકશે. પરંતુ, હોટેલ, કલબ કે રેસ્ટોરેન્ટ દારૂની બોટલનું વેચાણ કરી શકશે નહિ.
રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website
પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો