(પ્રતિકાત્મક ફોટો)
ગાંધીનગરઃ થોડા દિવસો પહેલા જ અમદાવાદમાં 51 જેટલા પીઆઇની ટ્રાન્સફર કરાઇ છે, અમદાવાદ સીપી દ્વારા આ ઓર્ડર કરવામાં આવ્યાં હતા, રાજ્યના અન્ય શહેરોમાં પણ પોલીસમાં બદલીઓ થઇ છે અને હવે થોડા દિવસોમાં પીઆઇના પ્રમોશન અને બદલીઓની શક્યતા છે, પીએમ નરેન્દ્ર મોદીની ગુજરાત મુલાકાત બાદ અંદાજે 40 થી વધારે ડીવાયએસપીની બદલીઓની તૈયારીઓ કરાઇ રહી હોવાનું જાણવા મળ્યું છે.
2010 બેચ પીઆઈના પ્રમોશન થયા ન હતા તેમના નામો પણ હોય શકે છે આ યાદીમાં
સૂત્રોથી જાણવા મળ્યું છે કે ડીવાયએસપીની બદલીઓને લઇને યાદી તૈયારી થઇ રહી છે, આ યાદીમાં પીઆઇના પ્રમોશન થવાના છે. આગામી 28 સપ્ટેમ્બર પછી રાજ્યના પોલીસ વિભાગ દ્વારા બદલીની યાદી જાહેર કરવામાં આવી શકે છે. છેલ્લા થોડા સમયથી રાજ્યમાં પોલીસ વિભાગમાં અનેક કર્મચારીઓની બદલીઓ થઇ છે.
ત્યારે પ્રમોશનની રાહ જોતા અને મનપસંદ જગ્યાની રાહ જોઇ રહેલા પોલીસકર્મીઓને થોડા જ દિવસમાં બદલીના સમાચાર મળી શકે છે.
રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website
પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો