રાજ્યમાં વધી રહ્યાં છે હાર્ટએટેકના કિસ્સા
અનેક યુવકોના હાર્ટએટેકથી થયા છે મોત
ગાંધીનગરઃ રાજ્યમાં હાર્ટએટેકનો સિલસિલો યથાવત છે. બે દિવસ પહેલા જ સુરતમાં 40 વર્ષીય વ્યક્તિનું મોત થયું હતું, હવે ગાંધીનગરમાં સહયોગ સંકુલમાં બે-ત્રણ મહિનાથી પાણી પુરવઠા કચેરી ખાતે ટ્રેનિંગ માટે આવેલા પ્રોબેશન અધિકારી જયંત કુંજબિહારી સોની (ઉ.વ-29) ને છાતીમાં દુઃખાવો ઉપડ્યો હતો. તેમને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું. તેમના અચાનક મોતથી પરિવારજનોમાં અને મિત્રોમાં શોકની લાગણી વ્યાપી ગઇ છે.
જયંત કુંજ બિહારી સોનીએ તાજેતરમાં જ ક્લાસ ટુ અધિકારીની પરીક્ષા પાસ કરી હતી અને ગાંધીનગર સહયોગ સંકુલ ખાતે પાણી પુરવઠાની કચેરીએ ટ્રેનિંગ માટે આવ્યાં હતા. GWSSB (પાણી પુરવઠા) ક્લાસ 2ની પરીક્ષા પાસ કરીને તેમને રેન્ક 1 મેળવ્યો હતો. તેઓ મૂળ રાજસ્થાનના અજમેરના રહેવાસી હતા અને ગાંધીનગરમાં અભ્યાસ કર્યો હતો.જવાન પુત્રના મોતથી પરિવાર પર આભ ફાટી પડ્યું છે.
રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website
પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો