ગાંધીનગરના ચંદ્રાલા નજીક પાલવ હોટલ પાસે અકસ્માત સર્જાયો, પ્રાંતિજના વડવાસાના યુવકનું મોત

01:36 PM Jul 23, 2023 | gujaratpost

- યુવક પોતાનું બાઇક લઇને ચિલોડા તરફ જઈ રહ્યો હતો
- યુવકનું ઘટના સ્થળે કમકમાટીભર્યુ મોત નિપજ્યું
- અકસ્માતને લઈને લોકોના ટોળેટોળા ઉમટી પડયાં

ગાંધીનગરઃ જિલ્લાના ચંદ્રાલા નજીક આવેલી પાલવ હોટલ પાસે પોતાનું બાઇક લઇને જઇ રહેલા પ્રાંતિજના વડવાસાના યુવકને અકસ્માત નડયો હતો. આ અકસ્માતમાં આ યુવકનું કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું. અકસ્માતને લઈને રોડ પર અવરજવર કરતા લોકો સહિત આજુબાજુમાં રહેતા લોકોના ટોળેટોળાં ઉમટી પડ્યાં હતા.પોલીસને જાણ થતા ઘટના સ્થળે પહોંચીને ટ્રાફિક કલીયર કરાવીને તપાસ હાથ ધરી છે.

વડવાસાનો યુવક નીરવ મહેશભાઈ પટેલ પોતાનું બાઈક લઈને ચિલોડા તરફ જઈ રહ્યો હતો, તે દરમ્યાન કોઈ અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારતા બાઇક સાથે રોડ પર પટકાયો હતો. ગંભીર ઈજાઓ પહોંચતા તેનું ઘટના સ્થળે કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું. વાહન ચાલક બાઇક ચાલક ને ટક્કર મારીને ઘટના સ્થળેથી ફરાર થઇ ગયો હતો. આ અકસ્માતની જાણ થતા પોલીસે સ્થળ પર પહોંચીને તપાસ હાથ ધરી છે. પોલીસે આ મામલે મૃતકના પરિવારને જાણ કરીને આગળની કાર્યવાહી શરૂ કરી છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post