શ્રીનગર: જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં આતંકી હુમલામાં 26 લોકોના મોત થયા હતા. આ હુમલા બાદ દેશભરમાં પાકિસ્તાન સામે રોષનો માહોલ છે, ભારત સરકાર પણ પાકિસ્તાન સામે કડક પગલા ભરી રહી છે. આંતરરાષ્ટ્રીય સ્તરે પાકિસ્તાનની ટીકા થઇ રહી છે, પરંતુ પાકિસ્તાન તેની હરકતો છોડી નથી રહ્યું. આજે શુક્રવારે સવારે લાઈન ઓફ કંટ્રોલ પર પાકિસ્તાની સેનાએ ગોળીબાર કર્યો હતો. આ ગોળીબારનો ભારતીય સેનાએ પણ વળતો જવાબ આપ્યો હતો. જો કે, ભારતીય સેનાએ આ અંગે સત્તાવાર પુષ્ટિ કરી નથી.
એક મીડિયા ચેનલ સાથે વાત કરતા ભારતીય સેનાના એક અધિકારીએ જણાવ્યું કે, 'પાકિસ્તાની સેનાએ સરહદ પર નાના હથિયારોનો ઉપયોગ કરીને ગોળીબાર કર્યો હતો. આપણા સૈનિકોએ વળતો જવાબ આપ્યો છે. વધુ માહિતી મેળવવામાં આવી રહી છે. કોઈ જાનહાનિ થઈ નથી. પહેલગામ હુમલા બાદ એવી ચર્ચા રહી છે કે ભારત એલઓસી પર યુદ્ધવિરામ કરારને ખતમ કરી દેવાશે. મોદી સરકાર આ અંગે વિચારણા કરી રહી છે. હાલમાં આ અંગે સત્તાવાર માહિતી આપવામાં આવી નથી. એવામાં સીમા પર ગોળીબાર થતા તણાવ વધી ગયો છે.
આતંકવાદી હુમલાને કારણે જમ્મુ અને કાશ્મીરમાં સુરક્ષા સ્થિતિની વ્યાપક સમીક્ષા કરવા માટે સેના પ્રમુખ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી આજે શુક્રવારે શ્રીનગરની મુલાકાત લેશે. અહેવાલ મુજબ તેઓ નિયંત્રણ રેખા પર પાકિસ્તાન દ્વારા ચાલી રહેલા યુદ્ધવિરામ ઉલ્લંઘનની પણ સમીક્ષા કરશે.
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++